બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતને વધુ મજબૂત કરતું બજેટ હશે, બજેટ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું મોટું નિવેદન

ગુજરાત બજેટ 2026 / ગુજરાતને વધુ મજબૂત કરતું બજેટ હશે, બજેટ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું મોટું નિવેદન

Priyankka Triveddi

Last Updated: 12:51 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2026: ગુજરાત રાજ્ય સરકારના નાણાંમંત્રી કનુ દેસાઇ આજે સતત પાંચમી વખતે ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. અને બજેટને આખરી ઓપ અપાઈ ગયો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ આ અંગે એક નિવેદન આપ્યું છે.

Gujarat Budget 2026: ગુજરાત રાજ્ય સરકાર આજે નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવશે. ત્યારે આજનું બજેટ એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે આજનું બજેટ આગામી કોમનવેલ્થ ગેમ્સ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થઈ શકે છે. આ વિશે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિકસિત લીડ સાથે આગળ વધી રહ્યું છે તેમ જણાવ્યું છે.

'પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે' -CM

ગુજરાત રાજ્યના વર્ષ 2026-27ના બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે અને આ બજેટ ગુજરાતને વધુ મજબૂત બનાવનાર સાબિત થશે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે અને તે જ દિશામાં ગુજરાત પણ “વિકસિત ગુજરાત”ના વિઝન સાથે પ્રગતિ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, કૃષિ અને કલ્યાણકારી યોજનાઓને નવી દિશા આપશે. રાજ્યની આર્થિક મજબૂતી અને જનકલ્યાણને પ્રાથમિકતા આપતું આ બજેટ ગુજરાતના વિકાસયાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રજૂ થનારું આજનું બજેટ 'વિકસિત ગુજરાત @ 2047' ને સંલગ્ન હશે. આ બજેટમાં વધતા જતા જાહેર દેવા વચ્ચે વિકાસની ગતિ જાળવી રાખવી એ સરકાર માટે અગત્યનો મુદ્દો રહેશે. આ વર્ષના બહેતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030, મેટ્રો કનેક્ટિવિટી, ગ્રીન એનર્જી, શહેરી વિકાસ અને કૃષિ રાહત મુખ્ય કેન્દ્રના મુદ્દાઓ રહેશે. એટલું જ નહીં સાથે ગ્રીન ગ્રોથ પર પણ વિશેષ બહાર આપવામાં આવશે. એક્સપર્ટના માટે આ વખતનું બજેટ 4 લાખ કરોડના ટાર્ગેટને પણ પાર કરી શકે છે.

બજેટને લગતી તમામ Live વિગતો માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો:

આ પણ વાંચો: નાણા વિભાગના કર્મચારીઓ બજેટ સાથે વિધાનસભા પહોંચ્યાં, નાણા મંત્રી કનુ દેસાઈએ બજેટ બેગ સાથે પોઝ આપ્યો

Vtv App Promotion

બજેટ બૂક સાથે કર્મચારીઓ વિધાનસભા તરફ રવાના

નાણાં વિભાગના કર્મચારીઓ બજેટ બૂક સાથે વિધાનસભા તરફ રવાના થયા છે. સત્તાવાર પ્રક્રિયા મુજબ બજેટ બૂક સુરક્ષિત રીતે વિધાનસભા ખાતે પહોંચાડવામાં આવશે. વિધાનસભામાં નાણામંત્રી દ્વારા ગુજરાત રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ રજૂઆત પહેલા તમામ દસ્તાવેજોની ચકાસણી અને જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યની આર્થિક દિશા અને વિકાસ માટે મહત્વપૂર્ણ માનાતા આ બજેટ પર સૌની નજર રહેલી છે. વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા પ્રાવધાનો અંગે પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kanubhai Desai budget Gujarat Budget 2026 Bhupendra Patel statement
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ