ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / નાણા વિભાગના કર્મચારીઓ બજેટ સાથે વિધાનસભા પહોંચ્યાં, નાણા મંત્રી કનુ દેસાઈએ બજેટ બેગ સાથે પોઝ આપ્યો

ગુજરાત બજેટ 2026 / નાણા વિભાગના કર્મચારીઓ બજેટ સાથે વિધાનસભા પહોંચ્યાં, નાણા મંત્રી કનુ દેસાઈએ બજેટ બેગ સાથે પોઝ આપ્યો

Published By: Priyankka Triveddi

Last Updated: 11:52 AM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget News: ગુજરાત રાજ્ય સરકાર આજે નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવશે. ત્યારે આજનું બજેટ એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે આજનું બજેટ આગામી કોમનવેલ્થ ગેમ્સ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT

Gujarat Budget 2026-27: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રજૂ થનારું આજનું બજેટ 'વિકસિત ગુજરાત @ 2047' ને સંલગ્ન હશે. આ બજેટમાં વધતા જતા જાહેર દેવા વચ્ચે વિકાસની ગતિ જાળવી રાખવી એ સરકાર માટે અગત્યનો મુદ્દો રહેશે. આ વર્ષના બહેતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030, મેટ્રો કનેક્ટિવિટી, ગ્રીન એનર્જી, શહેરી વિકાસ અને કૃષિ રાહત મુખ્ય કેન્દ્રના મુદ્દાઓ રહેશે. એટલું જ નહીં સાથે ગ્રીન ગ્રોથ પર પણ વિશેષ બહાર આપવામાં આવશે. એક્સપર્ટના માટે આ વખતનું બજેટ 4 લાખ કરોડના ટાર્ગેટને પણ પાર કરી શકે છે.

ગાંધીનગરમાં બજેટ પહેલાંની પૂર્વે અંતિમ તૈયારીઓ પૂરી

gbudget

ગાંધીનગરમાં વર્ષ 2026-27ના રાજ્ય બજેટને લઈ અંતિમ તબક્કાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નાણાં વિભાગના કાર્યાલય ખાતે છેલ્લા કેટલાક દિવસોથી અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત રહ્યા હતા. બજેટ રજૂઆત પહેલા તમામ આંકડાઓ, યોજનાઓ અને જાહેરખબરની વિગતોનું વિશ્લેષણ કરી અંતિમ સમીક્ષા કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓએ પણ બજેટ પહેલા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી અને આખરી તૈયારીઓની સમીક્ષા કરી. રાજ્યના આર્થિક વિકાસ, કલ્યાણકારી યોજનાઓ અને માળખાકીય વિકાસને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: નાણામંત્રી કનુ દેસાઈ પાંચમીવાર બજેટ રજૂ કરશે, કોમનવેલ્થ આયોજનને લઈ મોટી જાહેરાત

vtv app promotion

બજેટ બૂક સાથે કર્મચારીઓ વિધાનસભા તરફ રવાના

નાણાં વિભાગના કર્મચારીઓ બજેટ બૂક સાથે વિધાનસભા તરફ રવાના થયા છે. સત્તાવાર પ્રક્રિયા મુજબ બજેટ બૂક સુરક્ષિત રીતે વિધાનસભા ખાતે પહોંચાડવામાં આવશે. વિધાનસભામાં નાણામંત્રી દ્વારા ગુજરાત રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ રજૂઆત પહેલા તમામ દસ્તાવેજોની ચકાસણી અને જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યની આર્થિક દિશા અને વિકાસ માટે મહત્વપૂર્ણ માનાતા આ બજેટ પર સૌની નજર રહેલી છે. વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા પ્રાવધાનો અંગે પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Budget 2026-27 Gandhinagar budget preparation Finance Department Gujarat

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ