બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / નાણામંત્રી કનુ દેસાઈ પાંચમીવાર બજેટ રજૂ કરશે, કોમનવેલ્થ આયોજનને લઈ મોટી જાહેરાત થવાની શક્યતા

ગુજરાત બજેટ 2026 / નાણામંત્રી કનુ દેસાઈ પાંચમીવાર બજેટ રજૂ કરશે, કોમનવેલ્થ આયોજનને લઈ મોટી જાહેરાત થવાની શક્યતા

Vidhata Gothi

Last Updated: 10:54 AM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2026: આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત બજેટ 2026 રજૂ કરશે. જેમાં અનુમાન છે કે બજેટ GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે. આ વખતે રાજ્યના બજેટનું કદ 4.10 લાખ કરોડથી રૂ. 4.22 લાખ કરોડ સુધી રહી શકે તેવી શક્યતા છે.

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી તરીકે સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. અનુમાન છે કે આ બજેટ GYAN (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી) મોડેલ પર કેન્દ્રિત રહેશે. સામાન્ય પ્રજા, ખેડૂતો અને નારીશક્તિના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી શકે છે. બજેટનું કદ રૂ. 4.10 લાખ કરોડથી રૂ. 4.22 લાખ કરોડ સુધી રહી શકે તેવી શક્યતા છે.

સેમિકન્ડકટર ક્ષેત્ર પર મૂકાશે ભાર

ગુજરાતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવા તરફ પ્રયાસ કરવામાં આવી શકે છે. આ ક્ષેત્રમાં ગુજરાતને આગળ લઈ જવા માટે મોટી જાહેરાત થઈ શકે છે. ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને ગ્રીન હાઇડ્રોજન મિશન પર વિશેષ ભાર મૂકાઈ શકે છે. શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ ક્લાસરૂમ અને નવી યુનિવર્સિટીઓ પર ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. આરોગ્ય ક્ષેત્રે આધુનિક હોસ્પિટલ્સ અને મેડિકલ કોલેજના વિકાસને મંજૂરી મળી શકે છે, તો સોલાર રૂફટોપ અને સૂર્યોદય યોજના પર વિશેષ ભાર મૂકાઈ શકે છે.

કૃષિ ક્ષેત્રે મોટી જાહેરાત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ

આ સિવાય બજેટમાં કૃષિ ક્ષેત્રે "બીજથી બજાર સુધી"નો મંત્ર અપનાવી શકાય છે. સિંચાઈ યોજનાની ફાળવણીમાં 20 ટકાનો વધારો થઈ શકે છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈ યોજનાનો વિકાસ અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે કરોડોની જોગવાઈ થઈ શકે છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ, સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ જેવી યોજનાઓને વેગ મળી શકે છે. ફ્લાયઓવર, નવા પુલોનું નિર્માણ અને હાઇવેનું વિસ્તરણ સહિતના કામ થઈ શકે છે.

vtv app promotion

કોમનવેલ્થ ગેમ્સને લઈ થઈ શકે જાહેરાત

જણાવી દઈએ કે વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે, ત્યારે આને ધ્યાનમાં રાખીને રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી અને હોટેલ-ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે પણ મોટી જાહેરાતો થઈ શકે છે.

budget expectation

નોંધનીય છે કે, ગત વર્ષ 2025-26 માટે રાજ્યનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે, જે તેમની પ્રશાસકીય અનુભૂતિ અને સરકારના વિશ્વાસને દર્શાવે છે. બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ રાજ્યના આવનારા વર્ષના વિકાસનો રોડમૅપ પણ છે.

આ પણ વાંચો: નાણાં મંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખતે બજેટ રજૂ કરશે, 4 લાખ કરોડનું રહેવાની સંભાવના

લોકોની અપેક્ષાઓ શું?

આ તરફ હવે રાજ્યના નાગરિકો અને ઉદ્યોગ જગતને આ બજેટથી ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. ખાસ કરીને યુવાનો માટે રોજગાર, ખેડુતો માટે સહાય અને નાના-મધ્યમ ઉદ્યોગો માટે પ્રોત્સાહન જેવી જાહેરાતો પર સૌની નજર રહેશે. બજેટમાં કયા વિભાગ માટે કેટલું ફાળવવામાં આવે છે અને સરકાર કઈ-કઈ નવી યોજનાઓની જાહેરાત કરે છે, તે આજે જાણવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kanu Desai Gujarat Budget 2026 budget Expectation
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ