બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નાણાં મંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખતે બજેટ રજૂ કરશે, 4 લાખ કરોડનું રહેવાની સંભાવના
Last Updated: 06:12 AM, 18 February 2026
Gujarat Budget 2026 : ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ થવાનું છે. મહત્વનું છે કે, નાણાં મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે રાજ્યનું બજેટ અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ આંકડો હકીકતમાં સાબિત થાય તો ગુજરાતના ઈતિહાસમાં આ એક મોટું અને વિસ્તૃત બજેટ ગણાશે.
ADVERTISEMENT
વિકાસ પર રહેશે ખાસ ભાર
નોંધનીય છે કે, ગત વર્ષ 2025-26 માટે રાજ્યનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. એટલે કે આ વર્ષે બજેટના કદમાં આશરે 12 થી 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. આવતા વર્ષની આર્થિક યોજનામાં માળખાગત વિકાસ, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં વધુ ફાળવણી થવાની શક્યતા છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ યોજનાઓને વધુ મજબૂત બનાવવા સાથે નવી યોજનાઓની પણ જાહેરાત થવાની સંભાવના છે.
ADVERTISEMENT

કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે, જે તેમની પ્રશાસકીય અનુભૂતિ અને સરકારના વિશ્વાસને દર્શાવે છે. બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ રાજ્યના આવનારા વર્ષના વિકાસનો રોડમૅપ પણ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કાળા ધુમાડા-આગની ડરામણી જ્વાળાઓ જોવા મળી, અમદાવાદના પીપળજમાં ભયાનક આગ
લોકોની અપેક્ષાઓ શું?
ADVERTISEMENT
આ તરફ હવે રાજ્યના નાગરિકો અને ઉદ્યોગ જગતને આ બજેટથી ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. ખાસ કરીને યુવાનો માટે રોજગાર, ખેડુતો માટે સહાય અને નાના-મધ્યમ ઉદ્યોગો માટે પ્રોત્સાહન જેવી જાહેરાતો પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.