બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાળા ધુમાડા-આગની ડરામણી જ્વાળાઓ જોવા મળી, અમદાવાદના પીપળજમાં ભયાનક આગ

દુર્ઘટના / કાળા ધુમાડા-આગની ડરામણી જ્વાળાઓ જોવા મળી, અમદાવાદના પીપળજમાં ભયાનક આગ

Priykant Shrimali

Last Updated: 08:41 PM, 17 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Piplaj Fire Incident : ફાયર બ્રિગેડની આશરે 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા

Piplaj Fire Incident : અમદાવાદના પીપળજ વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠ્યાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટાળા આકાશમાં ફેલાઈ ગયા હતા અને આગની જ્વાળાઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી.

શું છે સમગ્ર મામલો ?

અત્યાર સુધી મળતી માહિતી મુજબ, પીપળજ વિસ્તારમાં આવેલી ‘હર્ષ એન્ટરપ્રાઇઝ’ નામની કંપનીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવે છે કે, ફેક્ટરીમાં સંગ્રહિત ઓઈલ અને કેમિકલ સામગ્રીના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું.

આ તરફ ફાયર બ્રિગેડની આશરે 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગ વધુ ફેલાય નહીં તે માટે આસપાસના તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા ફાયર વિભાગ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો, જે ગંભીર આગની પરિસ્થિતિ દર્શાવે છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ડિનર ડિપ્લોમસી, મુખ્યમંત્રીના નિવાસસ્થાને ડીનરનું આયોજન

નોંધનીય છે કે, વિકરાળ આગની ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં થોડો સમય ભયનો માહોલ સર્જાયો હતો, કારણ કે ધુમાડો અને જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી હતી. સુરક્ષા પગલાં તરીકે આસપાસના વિસ્તારમાં અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Piplaj fire incident Ahmedabad chemical factory fire Industrial fire in Ahmedabad
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ