ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ડિનર ડિપ્લોમસી, મુખ્યમંત્રીના નિવાસસ્થાને ડીનરનું આયોજન

રાજનીતિ / ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ડિનર ડિપ્લોમસી, મુખ્યમંત્રીના નિવાસસ્થાને ડીનરનું આયોજન

Published By: Priykant Shrimali

Last Updated: 08:21 PM, 17 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah In Gujarat : મુખ્યમંત્રીના નિવાસસ્થાને ખાસ ભોજન સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક ખાસ મહત્વ ધરાવે છે

ADVERTISEMENT

Amit Shah In Gujarat : ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીને લઈને રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે. વાસ્તવમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ખાસ ભોજન સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકને ‘ડિનર ડિપ્લોમસી’ તરીકે જોવામાં આવી રહી છે, જેમાં રાજકીય વ્યૂહરચના અને સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

જાણો કેમ મહત્વની છે આ બેઠક ?

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક ખાસ મહત્વ ધરાવે છે. ભાજપ માટે આ ચૂંટણી સંગઠન શક્તિ બતાવવાની તક સમાન છે, તેથી કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યના અગ્રણીઓ વચ્ચે સંકલન જરૂરી માનવામાં આવે છે.

આ પણ વાંચો : કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ફરિયાદ, મૃગીકુંડમાં સ્નાન બાદ કાઢી મૂકતાં મહિલા PI સાથે કર્યો હતો ઝગડો

કોણ-કોણ હાજર રહેશે બેઠકમાં ?

માહિતી મુજબ બેઠકમાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. રાજ્યમાં વિકાસકાર્યો, સંગઠન મજબૂત બનાવવાની દિશામાં પગલાં અને ચૂંટણી પૂર્વેની તૈયારીઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકનું આયોજન વર્ષ 2026-27ના રાજ્ય બજેટ રજૂ થવા પહેલા કરવામાં આવ્યું છે. તેથી બજેટ સાથે જોડાયેલા રાજકીય અને પ્રાશાસનિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ બેઠક દ્વારા સંગઠન અને સરકાર વચ્ચે વધુ મજબૂત સંકલન સ્થાપિત કરવાનો પ્રયાસ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Meeting Dinner Diplomacy Amit Shah

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ