બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ફરિયાદ, મૃગીકુંડમાં સ્નાન બાદ કાઢી મૂકતાં મહિલા PI સાથે કર્યો હતો ઝગડો
Last Updated: 06:18 PM, 17 February 2026
Kirti Patel News : જૂનાગઢથી કુખ્યાત કીર્તિ પટેલને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. મોડ દ્વારા કીર્તિ પટેલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલો મૃગીકુંડ ખાતે બનેલી ઘટનાને લઈને છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તે હેતુથી મહિલા PIએ કીર્તિ પટેલને સ્થળ પરથી બહાર ખસેડ્યા હતા. જોકે આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે કીર્તિ પટેલે મહિલા PI સાથે ઉગ્ર વર્તન કર્યું અને પોલીસ સામે આંગળી બતાવી રોફ જમાવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : "કોઇની મનમાં ને મનમાં ના રહી જાય...", મૃગીકુંડ સ્નાન વિવાદ બાદ કીર્તિ પટેલના હવાતિયાં!
ફરિયાદ મુજબ મહિલા PIને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વાતાવરણ ડહોળવાનો પ્રયાસ, શાંતિ ભંગ કરવાનો અને પોલીસની ફરજમાં અવરોધ ઉભો કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપો
મૃગીકુંડ સ્નાનના વિવાદ બાદ કુખ્યાત કીર્તિ પટેલ હવે સોશિયલ મીડિયા દ્વારા ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપો લગાવી રહી છે. જેલ સુધી જઈ ચૂકેલી કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને સંબોધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં તેણે પૂરાવા સાથે ઈન્દ્રભારતીની હકીકતનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. મૃગીકુંડ વિવાદ બાદ પોતાના પાપ છૂપાવવા માટે કુખ્યાત કીર્તિ પટેલ હવાતિયા મારી રહી છે.
ADVERTISEMENT
''કોઇની મનમાં ને મનમાં ના રહી જાય...'', મૃગીકુંડ સ્નાન વિવાદ બાદ કીર્તિ પટેલના હવાતિયાં!#KirtiPatel #Mrugikund #JunagadhMela #IndrabhartiBapu #Controversy #kiritipatel #junagadh #shivratri #mahashivratri #mrugikund #sadhu #bhavnath #vtvdigital pic.twitter.com/NxxB03PRwP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 17, 2026
કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે કહ્યું - "કોઇની મનમાં ને મનમાં ન રહી જાય, કે કીર્તિ પટેલ કઈ બોલી નહીં, રાતે 9 વાગે યુટ્યુબ પર હું લાઇવ કરીશ, અને તમારા પ્રશ્નોના હું બધા જ જવાબ આપીશ. હું મારા જવાબ તો આપીશ જ, પણ જેને પેટમાં દુઃખતું હતું ને એ કચ્છથી લઈને મુંબઈથી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ હું કહીશ. બધા જ પ્રૂફ સાથે, કાગળ સાથે, તો જ હા. સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જાય છે, કોણ-કોણ લઈ જાય છે, એ પણ હું કહીશ. અને આ સન્યાસી લોકોમાં કેટલા લોકોએ કઈ રીતે સન્યાસ લીધો છે એ બધુ જ કહીશ."
ADVERTISEMENT

ADVERTISEMENT
સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવીને બેફામ બનેલી કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ અને તેમના ચેલાઓ પર નિશાન સાધીને ગંભીર આરોપ લગાવ્યા છે. કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને સંબોધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પૂરાવા સાથે ઈન્દ્રભારતી બાપુની હકીકતનો પર્દાફાશ કરવાનો ઉલ્લેખ કર્યો છે. તેણે ઈન્દ્રભારતીને ગુરુ બનાવો તો આંગળી પકડીને સ્નાન કરવા લઈ જતા હોવાનો આરોપ લગાવ્યો છે.
કીર્તિ પટેલનો નવો સ્ટંટ, સાધ્વીના વેશમાં મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં નારાજગી, મેળા બહાર હાંકી કઢાઈ#KirtiPatel #GujaratNews #ViralVideo #SadhuSant #ReligiousEvent #Junagadh #Mrugikund #Controversy #BreakingNews #IndiaNews #VTVDigital pic.twitter.com/dFL0ax01gR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2026
તેણે ઈન્દ્રભારતીના અને અન્ય સાધુના ચેલાની કરતૂતો પરથી પડદો ઉંચકવાનો દાવો કર્યો. સાથે જ સ્વાભિમાનની માટે ઈન્દ્રભારતીને અરીસો બતાવવાની વાત કરી. જો કે આ તમામ ગંભીર આરોપો સામે ઈન્દ્રભારતી બાપુ હજુ સુધી મૌન છે. કીર્તિ પટેલ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો અંગે ઈન્દ્રભારતી તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.
જુનાગઢ મેળામાં કીર્તિ પટેલનો બીજો વિવાદ, મહિલા પોલીસ કર્મચારીને ધમકાવી, સાધ્વી વેશે મૃગીકુંડમાં સ્નાન કર્યું #KirtiPatel #Junagadh #GujaratNews #ViralVideo #Police #Controversy #Mrugikund #BreakingNews #IndiaNews #Viral #VTVDigital pic.twitter.com/iqc2T0FKu8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 16, 2026
જણાવી દઈએ કે જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઘૂસી આવી કીર્તિ પટેલે મહિલા પોલીસ કર્મચારી સાથે ઉગ્ર ભાષામાં બોલાચાલી કરી હતી. કીર્તિ પટેલ ભગવો વેશ ધારણ કરીને શિવરાત્રીમાં મેળામાં પહોંચી હતી અને ગુંડાગીરી કરી હતી.

જુનાગઢના મેળામાં રવેડી પૂરી થયા પછી સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા હતા. એ સમયે કીર્તિ પટેલ પણ સાધુઓની વચ્ચે પહોંચી ડૂબકી લગાવતી જોવા મળી હતી. તે 'હર હર મહાદેવ'ના નાદ સાથે સ્નાન કરતા હોવાના દ્રશ્યો સામે આવતા જ વાતાવરણ ગરમાયું હતું. ઘટનાની જાણ થતાં તંત્ર તરત જ સક્રિય બન્યું અને તેને મેળા પરિસરમાંથી બહાર હાંકી કાઢવામાં આવી હતી. આ ઘટનાએ મોટો વિવાદ સર્જ્યો હતો.
આ પણ વાંચો: PM મોદી ફરી ગુજરાત આવશે, જુઓ ક્યારે? ચર્ચાશે ચૂંટણી સહિતના વિવિધ મુદ્દાઓ
મેળામાં સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા મહિલા કર્મચારીઓ સાથે કીર્તિ પટેલે દાદાગીરી કરી હતી. એટલું જ નહીં મેળામાં કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે પણ કીર્તિ પટેલે ગેરવર્તણૂક કરી હતી. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. તેના ભૂતકાળના કારસ્તાનોને કારણે તે જેલ સુધી પણ જઈ ચૂકી છે. સોશિયલ મીડિયાના ઉપયોગ મારફતે તે સતત વિવાદો ઊભા કરતી આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.