ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / PM મોદી ફરી ગુજરાત આવશે, જુઓ ક્યારે? ચર્ચાશે ચૂંટણી સહિતના વિવિધ મુદ્દાઓ

ગુજરાત પ્રવાસ / PM મોદી ફરી ગુજરાત આવશે, જુઓ ક્યારે? ચર્ચાશે ચૂંટણી સહિતના વિવિધ મુદ્દાઓ

Published By: Vidhata Gothi

Last Updated: 11:33 AM, 17 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Gujarat Visit: PM મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ સાણંદ સેમિકન્ડક્ટર યુનિટની કામગીરીનું નિરીક્ષણ કરશે. સાથે જ સ્થાનિક સ્વરાજ ચૂંટણીની ભાજપ તૈયારીઓ મુદ્દે સમીક્ષા કરશે.

ADVERTISEMENT

PM Modi to Visit Gujarat: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દેશના ટોચના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, એવામાં આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અને સાણંદ, અમદાવાદ તથા ગાંધીનગરની મુલાકાત લેશે. સાથે જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

અમદાવાદ, ગાંધીનગરની લેશે મુલાકાત

ગુજરાત ભાજપની સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓ કેવી ચાલી રહી છે, તે અંગે વડાપ્રધાન મોદી પોતે સમીક્ષા કરશે. PM મોદી સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શનની કામગીરીનું નિરીક્ષણ કરશે. તેઓ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન કામગીરીનું નિરીક્ષણ કરશે.

ભાજપની તૈયારીઓ મુદ્દે કરશે સમીક્ષા

PM મોદીની ગુજરાત મુલાકાત ખાસ કરીને સ્થાનિક સ્વરાજ ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં અત્યંત મહત્ત્વની ગણાઈ રહી છે. ગુજરાત ભાજપની ચૂંટણીની તૈયારીઓ, સંગઠન કેટલું મજબૂત છે અને ક્યાં સુધારો જરૂરી છે, આ તમામ મુદ્દે PM સ્વયં સમીક્ષા કરશે.

19 ફેબ્રુઆરીએ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ પણ આવશે

PM મોદીની મુલાકાત પહેલાં ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન 19 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવશે. નીતિન નબીન અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન કામગીરીનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત 19 ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન પણ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ગુજરાત ભાજપ સાથે કમલમ ખાતે મહત્ત્વની બેઠક કરશે. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની વ્યૂહરચના અને તૈયારીઓ અંગે વ્યાપક ચર્ચા થવાની સંભાવના છે. ઉપરાંત, ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાત વિધાનસભા સત્રમાં પણ હાજરી આપે એવી શક્યતા છે.

vtv app promotion

ચૂંટણી પહેલાં ભાજપ ટોચ નેતૃત્વ સક્રિય

સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપનું ટોચનું નેતૃત્વ ગુજરાત ભાજપ સંગઠનને મજબૂત બનાવવા સક્રિય થઈ ગયું છે. PM મોદી અને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ બંનેની ટૂંક સમયમાં ગુજરાત મુલાકાત ભાજપ માટે ચૂંટણીની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વની ગણાઈ રહી છે.

આ પણ વાંચો: SIR પ્રક્રિયા બાદ આજે જાહેર થશે અંતિમ મતદાર યાદી, 2.65 લાખ મતદારોના નામ કરાયા છે કમી

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત આગેવાન રાજુ કરપડાએ રાજીનામું આપી દીધા પછી હવે તેઓ 20 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે. તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપમાં જોડાશે. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહી શકે છે. રાજુ કરપડા 20 ફેબુઆરીએ સાંજે કમલમમાં ભાજપનો ખેસ પહેરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Sanand Semiconductor Plant PM Modi Gujarat Visit

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ