ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SIR પ્રક્રિયા બાદ આજે જાહેર થશે અંતિમ મતદાર યાદી, 2.65 લાખ મતદારોના નામ કરાયા છે કમી
Last Updated: 09:35 AM, 17 February 2026
ADVERTISEMENT
રાજ્યમાં વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. નામ ઉમેરવા અને કમી કરવા માટે શરૂ કરાયેલી આ પ્રક્રિયામાં મોટા પાયે ફેરફારો નોંધાયા છે.
ADVERTISEMENT

11.73 લાખ મતદારોની ડ્રાફ્ટ યાદી તૈયાર
ADVERTISEMENT
ચૂંટણી પંચના સૂત્રો અનુસાર, મૃત્યુ, સ્થળાંતર અને લાંબા સમયથી ગેરહાજર રહેલા આશરે 2.65 લાખ મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. બીજી તરફ નવા પાત્ર મતદારોના સમાવેશ સાથે 11.73 લાખ નામોની ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી.

ADVERTISEMENT
3.85 લાખ મતદારોને અપાઈ હતી નોટિસ
2002ની મતદાર યાદી સાથે મેપિંગ ન થનારા મતદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. ઉપરાંત, નામ અને સરનામામાં તફાવત ધરાવતા મતદારોને પણ દસ્તાવેજી ચકાસણી માટે નોટિસ આપવામાં આવી હતી. કુલ 3.85 લાખ જેટલા મતદારોને વ્યક્તિગત રીતે સાંભળ્યા બાદ હવે અંતિમ યાદી પ્રસિદ્ધ કરાશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વડોદરામાં પ્રોફેસરોના ત્રાસથી મેડીકલના વિદ્યાર્થીનો આત્મહત્યાનો પ્રયાસ, કોલેજે તપાસ કમિટી બનાવી
મતદારોને સાંભળ્યા પછી યાદી કરાશે જાહેર
ADVERTISEMENT
આખરી મતદાર યાદી જાહેર થયા બાદ મતદારો પોતાની વિગતો સત્તાવાર વેબસાઈટ અથવા જિલ્લા ચૂંટણી કચેરી ખાતે તપાસી શકશે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સુધારેલી યાદી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.