ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં પ્રોફેસરોના ત્રાસથી મેડીકલના વિદ્યાર્થીનો આત્મહત્યાનો પ્રયાસ, કોલેજે તપાસ કમિટી બનાવી
Last Updated: 09:17 AM, 17 February 2026
ADVERTISEMENT
વડોદરા શહેરની પાયોનિયર કોલેજમાં અભ્યાસ કરતા BAMSના એક વિદ્યાર્થીએ પ્રોફેસરોના માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે કેમ્પસમાં હડકંપ મચી ગયો હતો.
ADVERTISEMENT

વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ તરત જ તેને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલત વધુ નાજુક બનતા આગળની સારવાર માટે તેને જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે.

ADVERTISEMENT
પરિવારજનોએ શું આક્ષેપ કર્યો
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કોલેજના પ્રોફેસર ડૉ. કોમલ દેસાઈ અને ડૉ. ઋષિકેશ દ્વારા જાતિ આધારે ભેદભાવ રાખી વિદ્યાર્થીને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. સતત અપમાન અને દબાણના કારણે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટના વિદ્યાર્થીએ JEE મેઈનમાં મારી બાજી, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધ્યો ડોકટર દંપતીનો પુત્ર
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ADVERTISEMENT
ઘટનાને લઈને સંબંધિત પોલીસ સ્ટેશનમાં બંને પ્રોફેસર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કોલેજ પ્રશાસન પાસેથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ શહેરના શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જાગી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.