ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં વધ્યો બાળ મૃત્યુદર: 2024માં હતો 5% ને 2025માં વધીને થયો 6%, સરકારનો જવાબ

ગાંધીનગર / બનાસકાંઠામાં વધ્યો બાળ મૃત્યુદર: 2024માં હતો 5% ને 2025માં વધીને થયો 6%, સરકારનો જવાબ

Published By: Priykant Shrimali

Last Updated: 02:09 PM, 28 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Assembly : કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે આંકડાકીય માહિતી રજૂ કરી, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકે

ADVERTISEMENT

Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં બનાસકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુદર અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે આંકડાકીય માહિતી રજૂ કરી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વર્ષ 2024માં બનાસકાંઠામાં બાળ મૃત્યુદર 5 હતો, જ્યારે વર્ષ 2025માં તે વધીને 6 થયો છે.

જન્મદરમાં પણ નોંધાયો ફેરફાર

આ વધારો ચિંતાજનક માનવામાં આવે છે અને આરોગ્ય સેવાઓ અંગે વધુ ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવે છે. આંકડા અનુસાર, વર્ષ 2024માં બાળ જન્મદર 22.10 હતો, જે વર્ષ 2025માં થોડો વધીને 22.20 થયો છે. એટલે કે જન્મદરમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.

ખાનગી હોસ્પિટલોમાં વધુ જન્મ

સરકારે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ દરમિયાન જન્મેલા બાળકોમાં સૌથી વધુ પ્રસૂતિ ખાનગી હોસ્પિટલોમાં થઈ છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે મોટી સંખ્યામાં પરિવારો ખાનગી આરોગ્ય સેવાઓ તરફ વળી રહ્યા છે.

આ પણ વાંચો : ''સોસાયટીનો ચેરમેન છે દીપક દરજી, એને...'', નરોડાની કેસર વાટીકામાં પિતા-પુત્ર પર તલવારથી હુ*મલો

આરોગ્ય વ્યવસ્થાની પડકારો

બાળ મૃત્યુદરનો વધારો રાજ્ય માટે ચિંતા નો વિષય બની શકે છે. નિષ્ણાતોના મત અનુસાર, સમયસર સારવાર, પોષણ, ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય કાળજી અને પ્રસૂતિ પછીની દેખભાળ જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly Banaskantha Infant Mortality Rate

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ