ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ''સોસાયટીનો ચેરમેન છે દીપક દરજી, એને...'', નરોડાની કેસર વાટીકામાં પિતા-પુત્ર પર તલવારથી હુ*મલો
Last Updated: 12:52 PM, 28 February 2026
ADVERTISEMENT
Naroda Crime : અમદાવાદમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. વાસ્તવમાં અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી કેસર વાટીકા સોસાયટીમાં હિંસક બનાવ સામે આવ્યો છે. સોસાયટીના ચેરમેન અને તેના સાથીદારો દ્વારા ત્રણ લોકો પર તલવાર અને લોખંડની પાઇપથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના ?
પ્રાથમિક વિગતો મુજબ સોસાયટીના સિક્યોરિટી કેબિન પાસે કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. વાતચીત વાદ-વિવાદમાં ફેરવાઈ જતા ઝઘડો ઉગ્ર બન્યો. આ દરમિયાન આરોપીઓએ ગાળો આપી પિતા પર તલવારથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલામાં પિતાના હાથમાં ગંભીર ઈજા પહોંચી. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને પણ માથાના ભાગે તલવારનો ઘા વાગ્યો હતો, જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો. એટલું જ નહીં, ભત્રીજાને લોખંડની પાઈપથી માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
''સોસાયટીનો ચેરમેન છે દીપક દરજી, એને...'', નરોડાની કેસર વાટીકામાં પિતાને બચાવવા પડેલા દીકરા પર તલવારથી હુ*મલો #Naroda #Ahmedabad #KesarVatika #SwordAttack #GujaratCrime #BreakingNews #AhmedabadNews #CrimeNews #VTVDigital pic.twitter.com/uiSMFlXGRb
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 28, 2026
આ પણ વાંચો : વધુ એક ભરતીમાં નવી 914 જગ્યાઓનો વધારો, ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય
ADVERTISEMENT
સ્થાનિકો દોડી આવ્યા અને પછી...
આ તરફ ઝઘડો વધતા સોસાયટીના અન્ય રહેવાસીઓ સ્થળ પર દોડી આવ્યા. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું કહેવામાં આવે છે. આ સમગ્ર મામલે નરોડા પોલીસ સ્ટેશન ખાતે સોસાયટીના ચેરમેન સહિત ચાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધરાયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ