ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વધુ એક ભરતીમાં નવી 914 જગ્યાઓનો વધારો, ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય

ગાંધીનગર / વધુ એક ભરતીમાં નવી 914 જગ્યાઓનો વધારો, ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 12:04 PM, 28 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSSSB Recruitment : અગાઉ પણ આ ભરતીમાં જગ્યાઓ વધારવામાં આવી હતી, અને હવે ફરી એકવાર ઉમેદવારો માટે સારો અવસર ઉભો થયો, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

GSSSB Recruitment : ગુજરાત સરકારની વધુ એક ભરતીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાજ્ય સરકાર દ્વારા CCE ભરતી પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો છે. હવે કુલ 914 નવી જગ્યાઓ ઉમેરાતા ભરતીનો આંક 7,338 સુધી પહોંચી ગયો છે. અગાઉ પણ આ ભરતીમાં જગ્યાઓ વધારવામાં આવી હતી, અને હવે ફરી એકવાર ઉમેદવારો માટે સારો અવસર ઉભો થયો છે.

ગ્રુપ A અને ગ્રુપ Bમાં વધારો

નવી ઉમેરાયેલી 914 જગ્યાઓમાંથી: ગ્રુપ Aમાં 252 જગ્યાઓનો વધારો અને ગ્રુપ Bમાં 662 જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે હવે વધુ યુવાનોને સરકારી નોકરી મેળવવાનો મોકો મળશે.

કઈ કક્ષાની ભરતી છે?

CCE હેઠળ મુખ્યત્વે રાજ્ય સરકારમાં વર્ગ-3ની સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી પોસ્ટ્સ માટે ભરતી કરવામાં આવે છે. આ જગ્યાઓ ઓફિસ કાર્ય અને વહીવટી કામગીરી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 5.5 લાખ દીકરીઓને અપાશે મફત સર્વાઈકલ કેન્સરની વેક્સિન, આરોગ્ય મંત્રીનું એલાન

ભરતી કોણ કરશે?

આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે. મંડળ ટૂંક સમયમાં પરીક્ષા અને અન્ય તબક્કાઓ અંગેની વિગતો જાહેર કરશે. કુલ 7,338 જગ્યાઓ પર ભરતી થવાની હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક મોટો અવસર છે. સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓએ હવે વધુ ઉત્સાહ સાથે તૈયારી શરૂ કરવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CCE Recruitment GSSSB Recruitment Class 3 Recruitment

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ