ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં 5.5 લાખ દીકરીઓને અપાશે મફત સર્વાઈકલ કેન્સરની વેક્સિન, આરોગ્ય મંત્રીનું એલાન

ગાંધીનગર / ગુજરાતમાં 5.5 લાખ દીકરીઓને અપાશે મફત સર્વાઈકલ કેન્સરની વેક્સિન, આરોગ્ય મંત્રીનું એલાન

Published By: Priykant Shrimali

Last Updated: 11:37 AM, 28 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cervical Cancer Vaccine : રાજ્યમાં આશરે 5.5 લાખ દીકરીઓને સર્વાઈકલ કેન્સર સામે સુરક્ષા આપવા માટે મફતમાં રસી આપવામાં આવશે, આ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ આજે વડાપ્રધાન PM મોદી દ્વારા કરવામાં આવશે

ADVERTISEMENT

Cervical Cancer Vaccine : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે દીકરીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાસ્તવમાં રાજ્યમાં આશરે 5.5 લાખ દીકરીઓને સર્વાઈકલ કેન્સર સામે સુરક્ષા આપવા માટે મફતમાં રસી આપવામાં આવશે. આ અંગે જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયા દ્વારા વિધાનસભામાં કરવામાં આવી હતી. આ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ આજે વડાપ્રધાન PM મોદી દ્વારા કરવામાં આવશે. રાજ્ય સ્તરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાવશે.

કેમ જરૂરી છે આ રસી?

સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં થતો એક ગંભીર રોગ છે, જે ખાસ કરીને HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) ના કેટલાક પ્રકારો ખાસ કરીને HPV 16 અને HPV 18ને કારણે થાય છે. આ રસી સમયસર અપાય તો ભવિષ્યમાં કેન્સરનો ખતરો ઘણો ઓછો થઈ શકે છે.

શું કહ્યું આરોગ્ય મંત્રીએ ?

આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે દેશભરમાં 79 હજારથી વધુ સર્વાઈકલ કેન્સરના કેસ નોંધાયા હતા, જ્યારે લગભગ 34 હજાર મહિલાઓએ આ રોગના કારણે જીવ ગુમાવ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે, સમયસર રસીકરણ અને જાગૃતિ કેટલી જરૂરી છે.

આ પણ વાંચો : PM મોદી આજે સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જાણો સમગ્ર શિડ્યુલ

કોને મળશે લાભ?

રાજ્યની આશરે 5.5 લાખ કિશોરીઓને આ મફત રસી આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે, આ અભિયાન દ્વારા દીકરીઓને ભવિષ્યમાં ગંભીર બીમારીથી બચાવી શકાય અને આરોગ્યપ્રદ સમાજનું નિર્માણ થાય. આ પહેલ માત્ર આરોગ્ય ક્ષેત્રમાં જ નહીં પરંતુ મહિલાઓના સશક્તિકરણ તરફ પણ એક મોટું પગલું છે. રસીકરણથી માતા-પિતામાં જાગૃતિ વધશે અને દીકરીઓના આરોગ્ય પ્રત્યે વધુ જવાબદારી ઉભી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HPV Vaccine Free Vaccination Scheme Cervical Cancer

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ