ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM મોદી આજે સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જાણો સમગ્ર શિડ્યુલ

અમદાવાદ / PM મોદી આજે સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જાણો સમગ્ર શિડ્યુલ

Published By: Priykant Shrimali

Last Updated: 08:15 AM, 28 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Sanand : વડાપ્રધાન બપોરે અંદાજે 2:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ અને ટૂંકા વિરામ બાદ તેઓ સાણંદ જવા રવાના થશે, અહીં જાણો તમામ વિગતો

ADVERTISEMENT

PM Modi In Sanand : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ અને સાણંદની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને લઈને શહેર તેમજ સાણંદ વિસ્તારમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન બપોરે અંદાજે 2:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે. ટૂંકા વિરામ બાદ તેઓ સાણંદ જવા રવાના થશે.

આ સાથે બપોરે લગભગ 2:55 વાગ્યે વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા સાણંદ પહોંચશે. અહીં તેઓ સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ખાસ કરીને માઇક્રોન કંપની દ્વારા સ્થાપિત પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે અને ચિપ ઉત્પાદનની સત્તાવાર શરૂઆત કરાવવામાં આવશે.

Promo New Parul

મહત્વનું છે કે, આ પ્લાન્ટમાં બનનારી સેમી કન્ડક્ટર ચિપ્સ આધુનિક AI ટેક્નોલોજી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેશની અંદર ચિપનું ઉત્પાદન શરૂ થવાથી વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે અને ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને વધુ મજબૂતી મળશે. આ પગલું ભારતને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો : ભાવનગરમાં VCE 70 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

સાણંદમાં રોડ શો

સાણંદમાંવડાપ્રધાનનો રોડ શો પણ યોજાશે. અંદાજે 50 હજારથી વધુ લોકો આ રોડ શોમાં હાજરી આપશે તેવી શક્યતા છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને વ્યવસ્થાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સાણંદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી દિલ્હી જવા માટે રવાના થશે. આ મુલાકાત વિકાસ, ટેક્નોલોજી અને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sanand Narendra Modi Semiconductor Plant

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ