ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં VCE 70 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
Last Updated: 10:43 PM, 27 February 2026
ADVERTISEMENT
ભાવનગર જિલ્લામાં લાંચ લેવાના વધુ એક બનાવમાં ઘોઘા તાલુકાના હાથબ ગામે VCEને ACB દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. માહિતી મુજબ, હાથબ ગામના VCE દીપક બારૈયાએ મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવા માટે ફરિયાદી પાસેથી 200 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી સાથે થયેલી ચર્ચા બાદ લાંચની રકમ 70 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
ADVERTISEMENT

આ અંગે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોની ભાવનગર શાખામાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવી કામગીરી હાથ ધરી હતી. યોજના મુજબ, ફરિયાદી પાસેથી 70 રૂપિયાની લાંચ સ્વીકારતા VCE દીપક બારૈયાને ACBની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન જરૂરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભરૂચમાં એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, 2નાં મોત
આ બનાવને પગલે તાલુકા સ્તરે હલચલ મચી ગઈ છે. ACB દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં સરકારી કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ACB દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો