ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચમાં એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, 2નાં મોત
Last Updated: 10:19 PM, 27 February 2026
ADVERTISEMENT
ભરૂચ જિલ્લામાં થામ ગામ નજીક આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એસ.ટી. બસ અને રિક્ષા સામસામે અથડામણ થતાં રિક્ષામાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ બસ ભરૂચ તરફ જઈ રહી હતી ત્યારે સામે તરફથી આવી રહેલી રિક્ષા સાથે જોરદાર ટક્કર લાગી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂરચૂર થઈ ગયો હતો.

ADVERTISEMENT
આ અકસ્માતમાં અન્ય ચાર મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT
પ્રાથમિક અનુમાન મુજબ અકસ્માતનું કારણ અતિઝડપ અથવા બેદરકારી હોઈ શકે છે. જોકે, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને વાસ્તવિક કારણ જાણવા માટે પ્રયત્નો કરી રહી છે.
આ પણ વાંચોઃ પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે: સેમિકંડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
ADVERTISEMENT
ભુજમાં ખાનગી બસનું ટાયર ફાટતા અકસ્માત
ભુજમાં ખાનગી બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 14 થી વધુ લોકોને ઈજા પહોંચવા પામી હતી. ભુજના રેલડી ફાટક પાસે ટ્રાવેલ્સનું ટાયર ફાટ્યું હતું. અંજારથી ભુજ આવતી બસને અકસ્માત નડ્યો હતો. ટાયર ફાટતા બેકાબૂ થયેલી બસ પલ્ટી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો