ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે: સેમિકંડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
Last Updated: 09:48 PM, 27 February 2026
ADVERTISEMENT
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બપોરે અંદાજે 3 વાગ્યે તેઓ સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદી સીધા સાણંદ જવા રવાના થશે. માહિતી મુજબ, તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા સાણંદ પહોંચશે. જ્યાં સેમિકંડક્ટર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
ADVERTISEMENT

આ સેમિકંડક્ટર પ્લાન્ટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થવાની અપેક્ષા છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયા અને આધુનિક ટેકનોલોજી અંગે માહિતી મેળવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતના પાંડેસરામાં નજીવી બાબતે યુવકે યુવતીને જાહેરમાં મુક્કો માર્યો, અને પછી...!
કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી સાંજે ફરી અમદાવાદ પરત આવી ત્યાંથી દિલ્લી જવા રવાના થશે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ મુલાકાતને ગુજરાત માટે રોકાણ, રોજગાર અને ટેકનોલોજી વિકાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો