ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના પાંડેસરામાં નજીવી બાબતે યુવકે યુવતીને જાહેરમાં મુક્કો માર્યો, અને પછી...!

CCTV / સુરતના પાંડેસરામાં નજીવી બાબતે યુવકે યુવતીને જાહેરમાં મુક્કો માર્યો, અને પછી...!

Published By: Vishal Khamar

Last Updated: 06:50 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં ફરી મહિલાની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. જેમાં પાંડેસરાની પ્રમુખ પાર્ક સોસાયટી પાસે યુવતી સાથે મારામારી કરી યુવકે યુવતીને જાહેરમાં મુક્કો માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

ADVERTISEMENT

સુરત શહેરમાં મહિલા સુરક્ષા મુદ્દે ફરી એકવાર ચિંતાજનક ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રમુખપાર્ક સોસાયટી નજીક એક યુવતી સાથે જાહેરમાં મારામારીની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

આરોપી બાઈક ચાલક સ્થળ પરથી ફરાર થયો

મળતી માહિતી અનુસાર સામાન્ય વાહન અકસ્માતની બાબતે બાઈકચાલક યુવક અને યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી. વાતચીત ઉગ્ર બનતાં યુવકે જાહેરમાં જ યુવતીને મુક્કો મારી દીધો હતો. ઘટના બાદ આરોપી બાઈકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ સમગ્ર ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે યુવક યુવતી સાથે આક્રમક વર્તન કરે છે અને બાદમાં ઝડપથી ભાગી જાય છે.

યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

યુવતીએ આ મામલે ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 2 જ વર્ષમાં 314 સિંહોના મોત, ખુદ સરકારે વિધાનસભામાં કર્યો સ્વીકાર

સ્થાનિક રહેવાસીઓએ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની અને મહિલાઓની સુરક્ષા માટે કડક પગલાં લેવા માંગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ