ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં છેલ્લા 2 જ વર્ષમાં 314 સિંહોના મોત, ખુદ સરકારે વિધાનસભામાં કર્યો સ્વીકાર

ગાંધીનગર / રાજ્યમાં છેલ્લા 2 જ વર્ષમાં 314 સિંહોના મોત, ખુદ સરકારે વિધાનસભામાં કર્યો સ્વીકાર

Published By: Vishal Khamar

Last Updated: 05:15 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નમાં સરકાર દ્વારા લેખિત જવાબ આપ્યો હતો. જેમાં રાજ્યમં 25 મહિનામાં 314 સિંહોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું હતું.

ADVERTISEMENT

શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષ અને એક મહિનામાં રાજ્યમાં કુલ 314 સિંહોના મૃત્યુ થયા છે. સરકાર દ્વારા 31-01-2026ની સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 911 સિંહોની સંખ્યા નોંધાઈ છે. તેમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળનો સમાવેશ થાય છે.

સરકારના આંકડા મુજબ છેલ્લા બે વર્ષ અને એક મહિનામાં મૃત્યુ પામેલા 314 સિંહોમાંથી 75 સિંહ, 91 સિંહણ અને 148 સિંહબાળનો સમાવેશ થાય છે. વન વિભાગે આપેલા વર્ણન મુજબ 314 મૃત્યુમાંથી 251 મૃત્યુ કુદરતી કારણોસર થયા છે. તેમાં 58 સિંહ, 67 સિંહણ અને 126 સિંહબાળના મૃત્યુ કુદરતી રીતે થયા હોવાનું જણાવાયું છે. જ્યારે 63 સિંહોના મૃત્યુ અકુદરતી કારણોસર થયા છે. અકુદરતી મૃત્યુ પામેલામાં 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલ માટે MLA કિરીટ પટેલએ વિધાનસભામાં કરી સરકારી પદની માંગ, જુઓ શું કહ્યું

વન વિભાગે જણાવ્યું કે સિંહોના સંરક્ષણ અને આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે અને મૃત્યુના કારણોની વિગતવાર તપાસ પણ કરવામાં આવે છે. રાજ્યમાં સિંહોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા, વસવાટ વિસ્તાર અને માનવ-વન્યજીવ સંઘર્ષ જેવા મુદ્દાઓ પર સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પણ સરકારે જણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Legislative Assembly Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ