બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હોમ-બાઈક કે પર્સનલ લોન લેનારાની બલ્લે બલ્લે! આવ્યાં સારા સમાચાર, સાંભળતાં જ થઈ જશે હાશકારો
Last Updated: 02:06 PM, 22 September 2025
જીએસટી રેટ ચેન્જને કારણે ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. આ બધા વચ્ચે હવે હોમ-બાઈક કે પર્સનલ લોન લેનારા લોકોને પણ ઓક્ટોબરની શરુઆતમાં સારા સમાચાર મળી શકે છે. દેશના મધ્યમ વર્ગને દિવાળી અને દશેરા પહેલા વધુ એક મહત્વપૂર્ણ ભેટ મળી શકે છે. રિઝર્વ બેંક વ્યાજ દરમાં વધુ 0.25 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે. આનાથી તમારી હોમ લોન, બાઇક લોન અથવા પર્સનલ લોન સસ્તી થઈ શકે છે.
ADVERTISEMENT
29 સપ્ટેમ્બરથી આરબીઆઈની સમીક્ષા બેઠક
રિઝર્વ બેંકે આ વર્ષે વ્યાજ દરમાં પહેલાથી જ 1 ટકાનો ઘટાડો કર્યો છે. આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાશે. SBIના રિપોર્ટમાં સ્પસ્ટ જણાવાયું છે કે વ્યાજ દર ઘટી શકે છે. એટલે 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે ગમે ત્યારે લોન લેનારાને સારા સમાચાર મળી શકે છે.
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં વ્યાજ દર ઘટાડો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ વર્ષે ફેબ્રુઆરીમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું હતું. 7 ફેબ્રુઆરી, 2025 ના રોજ, RBI એ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો, જે 6.5% થી 6.25% થયો. નાણાકીય નીતિ સમિતિએ 9 એપ્રિલના રોજ 25 બેસિસ પોઈન્ટનો અને 6 જૂન, 2025 ના રોજ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો.
ADVERTISEMENT
375 ચીજવસ્તુઓ સસ્તી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે જીએસટી ઘટાડાને કારણે 375 ચીજવસ્તુઓ સસ્તી થઈ છે જેમાં ખાવા-પીવાના સામાનથી માંડીને મોજ-શોખની ઘણી બધી વસ્તુઓ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.