ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેલ મંત્રાલયમાં ઇન્ટર્નશીપનો મોકો! એમાંય પાછો 20,000નો ફાયદો, અહીં કરો અરજી

તમારા કામનું / ખેલ મંત્રાલયમાં ઇન્ટર્નશીપનો મોકો! એમાંય પાછો 20,000નો ફાયદો, અહીં કરો અરજી

Published By: Jinal Chauhan

Last Updated: 12:48 PM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય રમતગમત મંત્રાલય યુવાનો માટે એક અનોખી તક લઈને આવ્યું છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રમતગમત વિભાગે છ મહિનાના વ્યાપક ઇન્ટર્નશિપ કાર્યક્રમ હેઠળ 20 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે

ADVERTISEMENT

કેન્દ્રીય રમતગમત મંત્રાલય યુવાનો માટે એક અનોખી તક લઈને આવ્યું છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રમતગમત વિભાગે છ મહિનાના વ્યાપક ઇન્ટર્નશિપ કાર્યક્રમ હેઠળ 20 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ sportsauthorityofIndia.nic.in/saijobs ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

આ ઇન્ટર્નશિપ કોલેજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે અને છ મહિના સુધી ચાલશે. ઉમેદવારોને 20,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ મળશે.

આ ઇન્ટર્નશિપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ આપવાનો છે, જેથી તેઓ માત્ર પુસ્તકી જ્ઞાન સુધી સીમિત ન રહે. આ કાર્યક્રમ દ્વારા યુવાઓને ખેલ પ્રશાસન, મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ સાયન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરવાની તક મળશે. આથી તેમને સમજ મળશે કે રમતગમત સાથે જોડાયેલા અલગ-અલગ વિભાગોમાં કામ કેવી રીતે થાય છે અને ભવિષ્યમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય.

કોમ્પ્રિહેન્સિવ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શું છે?

કોમ્પ્રિહેન્સિવ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ ભારતની રમતગમત પ્રણાલીને મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ યોજના કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પ્રોગ્રામ હેઠળ યુવાઓને રમતગમતના વિવિધ ક્ષેત્રોમાં કામ કરીને અનુભવ મેળવવાની તક આપવામાં આવે છે, જેથી ભવિષ્યમાં દેશને કુશળ અને તાલીમપ્રાપ્ત ખેલ વ્યાવસાયિકો મળી શકે.

vtv app promotion

આ પણ વાંચોઃ 2,00,000 નો ઇન્શ્યોરન્સ માત્ર 20 રૂપિયામાં? આ રીતે ઉઠાવો સરકારી સ્કીમનો લાભ

આ રીતે કરવાનું રહેશે કામ

આ ઇન્ટર્નશિપ ખાસ કરીને કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી છે. તેમાં પસંદ થયેલા યુવાઓને સ્પોર્ટ્સ સાયન્સ, રિસર્ચ, ડેટા એનાલિટિક્સ, લેબ ટેસ્ટિંગ અને ખેલાડીઓ માટે વૈજ્ઞાનિક સપોર્ટ જેવા કામ કરવાના રહેશે. સાથે જ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) સાથે જોડાયેલા યુવાઓને એન્ટી-ડોપિંગ અંગે જાગૃતિ ફેલાવવી, કાનૂની કામમાં મદદ કરવી અને કેસ મેનેજમેન્ટ જેવી જવાબદારીઓ સંભાળવાની રહેશે. આ ઇન્ટર્નશિપ દરમિયાન દરેક પસંદ થયેલા યુવાનને દર મહિને 20 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ministry of Sports Internship Program Sports Authority of India

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ