ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર પરીક્ષાએ સરકારી નોકરી! એમાંય મહીનાની સેલરી 2 લાખથી વધુ, જલ્દી કરો, આવો મોકો નહીં મળે
Last Updated: 11:21 AM, 9 December 2024
ADVERTISEMENT
સરકારી નોકરી કરવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ઓફિસર લેવલની પોસ્ટ પર નોકરી કરવાની તક આવી ગઈ છે. ઓફિસર લેવલની પોસ્ટ પર સરકારી નોકરી કરવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) માં મેનેજરની વેકેન્સી બહાર પડી છે. આ પોસ્ટ માટે અરજી કરવાની પ્રક્રિયા પણ 6 ડિસેમ્બરથી સત્તાવાર વેબસાઇટ nhai.gov.in પર શરૂ થઈ ગઈ છે. જેમાં લાયક ઉમેદવારો છેલ્લી તારીખ 6 જાન્યુઆરી 2025 સાંજે 6 વાગ્યા સુધી ફોર્મ એપ્લાય કરી શકે છે. એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2025 છે. છેલ્લી તારીખ પછી, અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં અને ઉમેદવારો ફોર્મ પ્રિન્ટ કરી શકશે નહીં.
ADVERTISEMENT
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર હેઠળ કામ કરી રહી છે, જેમાં ગ્રુપ A લેવલની નોકરી મેળવવાની આ શ્રેષ્ઠ તક છે. ત્યારે ચાલો જાણીએ મેનેજર માટે કેટલી જગ્યાઓ ખાલી છે? મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)ના પદ પર 17 જગ્યાઓ ખાલી છે. ચેક કરો નોટિફિકેશન.

ADVERTISEMENT
વેકેન્સીની વિગતો
નેશનલ હાઇવે ઓથોરિટીની આ વેકેન્સી માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી નિયમિત અભ્યાસક્રમમાં કોમર્સમાં બેચલર ડિગ્રી/સીએ/સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ/માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ફાઇનાન્સ)ની ડિગ્રી હોવી જોઇએ. આ ઉપરાંત, ઉમેદવારો માટે પોસ્ટ સંબંધિત ક્ષેત્રમાં ચાર વર્ષનો અનુભવ હોવો પણ જરૂરી છે. આ ભરતી ડેપ્યુટેશનના આધારે કરવામાં આવી રહી છે. ઉમેદવારો તેમની યોગ્યતા સંબંધિત અન્ય વિગતોને ભરતીની અધિકૃત નોટિફિકેશનથી ચેક કરી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: બાળકો માટે આવી LICની જોરદાર સ્કીમ, થશે આટલો મોટો લાભ, જાણો વિગત
ADVERTISEMENT
અરજદારો PSU/જાહેર ક્ષેત્રની બેંક/સમકક્ષ વિભાગમાં કામ કરતા હોવા જોઈએ. આ ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે, ઉમેદવારો NHAI ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો