ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બાળકો માટે આવી LICની જોરદાર સ્કીમ, થશે આટલો મોટો લાભ, જાણો વિગત

તમારા કામનું / બાળકો માટે આવી LICની જોરદાર સ્કીમ, થશે આટલો મોટો લાભ, જાણો વિગત

Last Updated: 11:10 AM, 9 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે વિદ્યાર્થીઓ હોશિયાર છે, પણ આર્થિક રીતે નબળા છે, તેઓને અભ્યાસમાં મદદ કરવા માટે એલઆઈસીએ ગોલ્ડન જ્યુબિલી સ્કૉલરશિપ સ્કીમ 2024 શરૂ કરી છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને 40 હજાર રૂપિયા સુધીની સ્કૉલરશિપ મળશે. ચાલો જાણીએ આ યોજના સંબંધિત તમામ માહિતી.

ADVERTISEMENT

જે બાળકો અભ્યાસ કરવા માંગે છે પણ તેમના પરિવારની આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ કરી શકતા નથી તેવા બાળકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જીવન વીમા નિગમ દ્વારા બાળકો માટે એક સ્કૉલરશિપ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેનું નામ LIC ગોલ્ડન જ્યુબિલી સ્કૉલરશિપ સ્કીમ 2024 છે. આ અંતર્ગત આર્થિક રીતે નબળા બાળકોને મદદ કરવામાં આવશે. LICની વેબસાઇટ અનુસાર, આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2024 છે. ચાલો જાણીએ યોજના સંબંધિત વધુ માહિતી.

આ બાળકોને મળશે શિષ્યવૃત્તિ

એલઆઈસીની વેબસાઈટ અનુસાર, આ યોજના માટે માત્ર ઓનલાઈન અરજી જ કરી શકાશે. આ સ્કૉલરશિપ સ્કીમ આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓ માટે છે. LICએ જણાવ્યું કે આ ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન સ્કૉલરશિપ સ્કીમ 2024 ભારતના એ વિદ્યાર્થીઓ માટે છે, જેમણે શૈક્ષણિક વર્ષ 2021-22, 2022-23 અથવા 2023-24માં મિનિમમ 60% અથવા તેના સમકક્ષ CGPA ગ્રેડ સાથે 10મું, 12મું, ડિપ્લોમા અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરી છે અને શૈક્ષણિક વર્ષ 2024-25 માં કોઈપણ અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં એડમિશન લીધું છે. ફક્ત તે જ બાળકો આ સ્કીમ માટે પાત્ર છે.

Students.jpg

આ સ્કીમ દ્વારા, સ્કૉલરશિપને બે ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલી છે સામાન્ય સ્કૉલરશિપ અને બીજી છે છોકરીઓ માટે વિશેષ સ્કૉલરશિપ. આમાં પણ સામાન્ય સ્કૉલરશિપના બે ભાગ છે, જેમાં પહેલામાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા બાળકો હશે અને બીજામાં કોઈપણ સરકારી કોલેજમાંથી વોકેશનલ કોર્સ અને ITI ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ હશે. એ છોકરીઓ જે 10મા પછી 10+2 પેટર્ન અનુસાર ઇન્ટરમીડિયેટ કરી રહી છે અથવા ITI અથવા પોલિટેકનિક જેવો ડિપ્લોમા કરી રહી છે, તેમના માટે અલગ સ્કૉલરશિપ હશે.

PROMOTIONAL 7

સામાન્ય સ્કૉલરશિપમાં મળશે આટલા પૈસા

સામાન્ય સ્કૉલરશિપમાં છોકરાઓ અને છોકરીઓ, જે પાત્ર જશે તેમને જ સ્કૉલરશિપ મળશે. આ સેગમેન્ટ હેઠળ, દવાના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા પસંદગીના વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. 40,000ની રકમ આપવામાં આવશે. જ્યારે એન્જિનિયરિંગ ક્ષેત્રે B.Tech વગેરે કરી રહેલા વિદ્યાર્થીઓને દર વર્ષે 30,000 રૂપિયાની સ્કૉલરશિપ આપવામાં આવશે. બીજી તરફ જે બાળકોએ સરકારી કોલેજોમાંથી વોકેશનલ કોર્સમાં એડમિશન લીધું છે અથવા તો સરકારી કોલેજમાંથી આઈટીઆઈ કરી રહ્યા છે, તેમને જ્યાં સુધી કોર્સ ચાલે ત્યાં સુધી દર વર્ષે રૂ. 20,000 અને રૂ. 10,000ની સ્કૉલરશિપ મળશે.

આ પણ વાંચો: એક કેન્દ્રીય વિદ્યાલયમાંથી અન્યમાં જવું હોય તો કઇ રીતે જઇ શકાય? જાણી લો ટ્રાન્સફર પોલિસીના 5 નિયમ

છોકરીઓ માટે વિશેષ સ્કૉલરશિપ

આ યોજના હેઠળ, 10મા પછી આગળના અભ્યાસ માટે, જેમ કે કોઈ ચોક્કસ કોર્સમાં ડિપ્લોમા કરવું હોય અથવા ITI કરવું હોય, તેઓને આ માટે 15,000 રૂપિયા આપવામાં આવશે, જે 7500 રૂપિયાના બે હપ્તામાં 2 વર્ષ સુધી મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Scholarship Scheme LIC Golden Jubilee Scholarship Scholarship for Students
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ