જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આ અઠવાડિયે એક ખુશખબર છે.દેશના અલગ-અલગ રાજ્યો અને વિભાગોમાં કુલ 21,614 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ ભરતી 10મું પાસથી લઈને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે છે. જો તમને પણ સરકારી નોકરીમાં રસ હોય તો આ તક ચૂકતા નહીં. આ અઠવાડિયે બહાર પડેલી છ મોટી ભરતીઓ વિશે અહીં માહિતી આપવામાં આવી રહી છે જેથી તમે સમયસર અરજી કરી શકો.

રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડ (RSSB)
- રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડ (RSSB) દ્વારા LDC ગ્રેડ-II અને જુનિયર આસિસ્ટન્ટ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે.
- આ ભરતીમાં કુલ 10,644 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારનું CET પાસ હોવું, 12મું ધોરણ પાસ કરેલું હોવું અને કમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. સાથે જ રાજસ્થાની સંસ્કૃતિ અને હિન્દીનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
- ઉમેદવારોની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ જ્યારે અનામત વર્ગ અને મહિલાઓને નિયમ મુજબ છૂટ મળશે. પસંદગી લેખિત પરીક્ષા અને ટાઇપિંગ ટેસ્ટ દ્વારા થશે.
- પસંદ થયેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ-5 મુજબ પગાર મળશે. એપ્લિકેશન ફી જનરલ અને OBC ક્રીમી લેયર માટે 600 રૂપિયા અને અન્ય વર્ગ માટે 400 રૂપિયા રાખવામાં આવી છે.
હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશન
- હરિયાણા પોલીસમાં નોકરી મેળવવા ઈચ્છતા યુવાઓ માટે એક મોટી તક આવી છે.હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશન (HSSC) દ્વારા 5,500 કોન્સ્ટેબલ પદોની ભરતી બહાર પાડવામાં આવી છે.
- અરજી કરવા માટે ઉમેદવારનું 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે અને 10માં ધોરણમાં હિન્દી અથવા સંસ્કૃત વિષય ભણેલો હોવો જોઈએ.
- ઉંમર મર્યાદા 18 થી 25 વર્ષ રાખવામાં આવી છે. પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹21,700 થી ₹69,100 સુધીનો પગાર મળશે.
- પસંદગી શારીરિક કસોટી, લેખિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ દ્વારા થશે.રસ ધરાવતા ઉમેદવારો hssc.gov.in પર જઈને અરજી કરી શકે છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
- ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે વધુ એક મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આશરે 950 SI (ટેકનિકલ ઓપરેટર) પદ માટે ભરતી કરવામાં આવશે.
- પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹40,800 થી ₹49,600 સુધીનો પગાર મળશે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષણ સામેલ છે.
- અરજી ફી જનરલ વર્ગ માટે ₹100 રાખવામાં આવી છે જ્યારે અન્ય વર્ગના ઉમેદવારોને કોઈ ફી ચૂકવવાની નથી. અરજી કરવા માટે ઉમેદવારો ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ શકે છે.
ગુજરાત યુનિવર્સિટી
- ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા કુલ 119 શિક્ષણ અને બિન-શિક્ષણ સ્ટાફની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
- તેમાં રજિસ્ટ્રાર, લાઇબ્રેરિયન, એન્જિનિયર, સિક્યુરિટી ઓફિસર અને લેબ ટેકનિશિયન જેવા પદો સામેલ છે. દરેક પદ માટે લાયકાત અને અનુભવ અલગ નક્કી કરવામાં આવ્યા છે.
- પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹19,900 થી ₹2,08,700 સુધીનો પગાર મળશે.

આ પણ વાંચોઃ ખેલ મંત્રાલયમાં ઇન્ટર્નશીપનો મોકો! એમાંય પાછો 20,000નો ફાયદો, અહીં કરો અરજી
બેંક ઓફ મહારાષ્ટ્રમાં 600 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી
- બેંક ઓફ મહારાષ્ટ્રમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા યુવાઓ માટે સારી તક છે. બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા 600 એપ્રેન્ટિસ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
- અરજી કરવા માટે ઉમેદવાર સ્નાતક હોવો જરૂરી છે અને પોતાના રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવારોની ઉંમર 20 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- પસંદ થયેલા ઉમેદવારોને તાલીમ દરમિયાન દર મહિને ₹12,300 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. પસંદગી યોગ્યતા આધારે થશે અને અરજી માટે ઉમેદવારો bankofmaharashtra.in વેબસાઇટ પર જઈ શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)
- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં 10મું ધોરણ પાસ ઉમેદવારો માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. RBI દ્વારા કુલ 572 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જે દિલ્હી, મુંબઈ, કોલકાતા, કાનપુર, લખનૌ, જયપુર, પટના, ગુવાહાટી અને હૈદરાબાદ જેવા શહેરોમાં ભરવામાં આવશે.
- આ ભરતી માટે સ્નાતક કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો પાત્ર નહીં હોય.
- ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹46,029 પગાર મળશે.
- પરીક્ષામાં તર્કશક્તિ, અંગ્રેજી, ગણિત અને જનરલ નોલેજ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ