બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / get clear skin with the help of aloe vera gel face mask

સ્કીન કેર / એલોવેરાનો આવી રીતે ઉપયોગ કરવાથી ચહેરા પરના ચાઠાથી મળશે છુટકારો

Published By: Krupa

Last Updated: 05:49 PM, 25 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાઠાઓથી પીછો છોડાવવા માટે મહિલાઓ ઘણી વખત ઘણા પ્રકારની દવાઓનું સેવન કરે છે. દવાઓના સેવનથી સમસ્યા ઠીક થવાની જગ્યાએ વધારે બગડી જાય છે. એવામાં જરૂરી છે કે કેટલાક ઘરેલૂ ઉપાયની તરફ ધ્યાન આપો.

  • એલોવેરા જેલ સ્કીનની મરમ્મત કરીને તમારી સ્કીનના કાળા ચાઠાઓને ઓછા કરવામાં મદદ કરે છે
  • લીંબૂનું તેલ કરચલીઓના કારણે ફ્રીકલના કારણે પડેલા કાળા ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે

આજકોલ ભાગદોડ ભરી લાઇફ, પ્રદૂષણ, ડાયટમાં ગોટાળા અને તણાવના કારણે મહિલાઓને સ્કીનથી જોડાયેલી સમસ્યાઓ જેમ કે ખીલ ડાઘ ધબ્બા, બ્લેક હેડ્સ થવા લાગે છે. આ સમસ્યાઓ પર સમય રહેતા જો ધ્યાન આપવામાં ના આવે તો આ ચાઠાનું રૂપ લઇ લે છે. જો કે તમારી સ્કીનને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતી નથી બસ દેખાવમાં ખરાબ લાગે છે. 

આ ચાઠાઓથી પીછો છોડાવવા માટે મહિલાઓ ઘણી વખત ઘણા પ્રકારની દવાઓનું સેવન કરે છે. દવાઓના સેવનથી સમસ્યા ઠીક થવાની જગ્યાએ વધારે બગડી જાય છે. એવામાં જરૂરી છે કે કેટલાક ઘરેલૂ ઉપાયની તરફ ધ્યાન આપો. ચેહરાના ચાઠાને દૂર કરવા માટે એલોવેરા જેલ સૌથી બેસ્ટ વિકલ્પ છે. આમ તો એલોવેરા જેલ માર્કેટમાં સરળતાથી મળી જાય છે. પરંતુ જો તમે એનો સીધો ઉપયોગ કરો છો તો આ વધારે ફાયદો કરે છે. 

READ ALSO: કાચા દૂધનો આવી રીતે કરો ઉપયોગ, નાના બાળકો જેવી સૉફ્ટ થઇ જશે સ્કીન

ચાઠાઓ દૂર કરવા એલોવેરા માસ્ક બનાવવાની રીત
એલોવેરા ફેસ માસ્ક બનાવવા માટે તમારે 2 ટેબલસ્પૂન એલોવેરા જેલ, 1 ટેબલસ્પૂન રોજહિપ ઓયલ અને દસ ટીપા લેમન ઓયલ. આ બધી ચીજોને સારી રીતે મિક્સ કર્યા બાદ ચહેરાની સર્કુલર મોશનથી મસાજ કરો. મસાજ કર્યા બાદ ઓછામાં ઓછા અડધો કલાક માટે માસ્કને ચહેરા પર લગાવી રાખી મૂકો. આવું તમારે 2-3 મહિના સુધી સતત કરવાનું છે. ધીમે ધીમે તમને ચહેરાના ચાઠાઓ પર તમને ફરક જોવા મળશે. 

એલોવેરા
ચહેરા પર ચાઠા ત્યારે પડે છે જ્યારે સ્કીન પર નવા સેલ્સનું નિર્માણ થતું નથી. જે રીતે જૂના સેલ્સ ચહેરા પર કાળા ડાઘ ધબ્બા રાખે છે. એલોવેરા જેલ સ્કીનની મરમ્મત કરીને તમારી સ્કીનના કાળા ચાઠાઓને ઓછા કરવામાં મદદ કરે છે. 

READ ALSO: અડદની દાળનો આવી રીતે કરશો ઉપયોગ તો ખીલનો જડમૂળમાંથી થશે છુટકારો

રોજહિપ ઑયલ
રોજહિપ ઑયલને સામાન્ય ભાષામાં ગુલાબનું તેલ પણ કહેવામાં આવે છે, ગુલાબના તેલમાં લિનોલિક એસિડ નામનું જરૂરી તત્વ મળી આવે છે. જે સ્કીનની મૃત કોશિકાઓને ફરીથી જીવિત કરવામાં મદદ કરે છે. 

લેમન ઑયલ
લેમન ઑયલ એટલે કે લીંબૂનું તેલ કરચલીઓના કારણે ફ્રીકલના કારણે પડેલા કાળા ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. લેમન ઑયલ એક એવું કેમિકલ ઘટક છે જે સ્કીનના ડાઘ ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ સ્કીનની સપાટી પર ડેલ સેલ્સને ડિઝોલ્વ કરીને સ્કીનને ટોન કરવામાં પણ મદદ કરે છે. 

નોંધ: એમાંથી કોઇ પણ ચીજને ચહેરા પર અપ્લાય કર્યા બાદ બહાર તડકામાં નિકળશો નહીં. સાથે જ જેના ચહેરા પર વધારે ફ્રીકલ છે એને સનસ્ક્રીન વગર તડકાંમાં નીકળવું જોઇએ નહીં.

જો તમે પણ ફ્રીકલથી પરેશાન છો તો એલોવેરા જેલથી બનેલા આ સ્પેશ્યલ માસ્કને ટ્રાય કરી શકો છો. માસ્ક અપ્લાય કરવાથી એક વખત એનો પેચ ટેસ્ટ જરૂરથી કરી લો, કારણ કે દરેક લોકોની સ્કીન અલગ પ્રકારની હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips lifestyle skin care એલોવેરા સ્કીન કેર beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ