બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / beauty benefits of black gram
હોર્મોનલ ફેરફાર અને પ્રદૂષણ ઉપરાંત અન્ય કારણોથી સ્કીનને ખૂબ જ અસર થાય છે જેનાથી મોઢા પર ખીલ નિકળે છે, અને સ્કીન ડ્રાય થઇ જાય છે. સ્કીનની આ સમસ્યાથી બચવા માટે મોટાભાગે છોકરીઓ પોતાની બ્યૂટી પ્રોડક્ટ્સ પણ બદલી નાંખે છે અથવા અન્ય કોઇ ટ્રીટમેન્ટ લેવા લાગે છે, જેની સાઇડ ઇફેક્ટ્સનો ડર મોટાભાગે એમને હેરાન કરે છે. શું તમે જાણો છો કે તમે એક અડદની દાળનો ઉપયોગ કરીને ખીલ, ડાઘ ધબ્બાને દૂર કરી શકો છો.
ADVERTISEMENT
અડદની દાળથી ચહેરો ચમકાવો
જી હાં, તમારા જ રસોડામાં મોજૂદ હોય છે જે તમારી સ્કીનને નિખારીને એનાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એ ચીજોમાં એક અડદની દાળ. અડદ દાળનો ઉપયોગ કરીને સ્કીનની ઘણી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે અને ગ્લોઇંગ સ્કીન મેળવી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે
એક્સફોલિએટ કરવા માટે સ્ક્રબ
તમે અડદ દાળથી તમારી સ્કીનને એક્સફોલિએટ કરી શકો છો. એનાથી તમારી સ્કીન પર રહેલી ગંદકી અને ડેડ સેલ્સ સરળકાથી નિકળી જાય છે. અજદ દાળથી સ્ક્રબ તમે આવી રીતે બનાવી શકો છો.
ADVERTISEMENT
સ્ક્રબ બનાવવા માટે સામગ્રી
ADVERTISEMENT
બનાવવાની રીત
સ્ક્રબ બનાવવા માટે અડધો કપ અડદની દાળને આખી રાત પાણીમાં પલાળીને રાખો, પછી સવારે એને પેસીને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટમાં 2 ચમચી દૂધ અને 2 ચમચી ઘી મિક્સ કરીને ચહેરા પર લગાવો. પછી હળવા હાથથી રગડો. ત્યારબાદ 30 મીનિટ માટે પેસ્ટને ચહેરા પર લગાવી રાખવા દો અને બાદમાં નવશેકા પાણીથી ચહેરો ધોઇ નાંખો. આ ઉપરાંત અડદ દાળનો ફેસ પેક અને માસ્ક બનાવીને ચહેરા પર લગાવી શકો છો.

ADVERTISEMENT
ખીલથી છુટકારો
અડદ દાળ મેનેચુરલ ગુણ હોય છે જે ખીલ પેદા કરતચા બેક્ટેરિયાને ખતમ કરવાના મદદરૂપ કરે છે. આ ઉપરાંત એના ફેસ પેકથી સ્કીન પરના છિદ્રો સાફ થઇ જાય છે.
ફેસ પેક બનાવવા માટે સામગ્રી
ADVERTISEMENT
બનાવવાની રીત
ફેસ પેક બનાવવા માટે રાતે પલાળીને રાખેલી અડદ દાને પીસીની સારી રીતે પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ એમાં 2 ચમચી ગુલાબ જળ અને 1 ચમટી ગ્લિસરીન અને 2 ચમચી બદામ તેલ નાંખીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ પેકને ચહેરા પર લગાવો અને 15 20 મીનિટ સુધી સૂરાવવા માટે રહેવા દો. બાદમાં પાણીથી ચહેરો ધોઇ નાંખો, આ પેકને સપ્તાહમાં બે ત્રણ વખત લગાવો,
ADVERTISEMENT
ડાઘ-ધબ્બા ગાયબ
જો તમારા ચહેરાની ગ્લોઇંગ ડાઘ ધબ્બાના કારણે ફીકી પડી ગઇ છે તો એને ગાયબ કરવા માટે અડદ દાળ ફેસ પેસ ઉપયોગ કરો.

ફેસ માસ્ક બનાવવા માટે સામગ્રી
બનાવવાની રીત
આ ફેસ માસ્ક બનાવવા માટે 3 મોટી ચમચી અડદ દાળ અને 8-9 બદામ રાતે પલાળીને રાખો, પછી એમાં દહીં મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવી લો. આ માસ્કને ચહેરા પર લગાવો અને એને 20 મીનિટ માટે સૂકાવા દો. ત્યારબાદ ચહેરો સાદા પાણીથી ધોઇ નાંખો. સપ્તાહમાં 2-3 વખત આવું કરો, એનાથી ચહેરો બિલકુલ સાફ થઇ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.