બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / use raw milk to get glowing skin

સ્કીન કેર / કાચા દૂધનો આવી રીતે કરો ઉપયોગ, નાના બાળકો જેવી સૉફ્ટ થઇ જશે સ્કીન

Published By: Krupa

Last Updated: 12:47 PM, 18 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે સૌ સુંદર દેખાવા કેટલુ કરતા હોઇએ છીએ. આપણી પાસે ઘરમાં જ કેટલીક એવી વસ્તુઓ રહેલી છે જેનો ઉપયોગ કરી તમે તમારો નિખાર જાળવી શકો છો. આવી જ એક વસ્તુ છે દૂધ જેનો ઉપયોગ કરી તમે સૌંદર્ય મેળવી શકો છો.

  • કાચા દૂધમાં એક કૉટનના ટૂકડાને ડૂબાડીને ચોખ્ખા ચહેરા પર લગાવું જોઇએ
  • બે ચમચી દૂધમાં મલાઇ અને 1 ચમચી મધ મિક્સ કરીને સ્કીન પર લગાવવાથી ડ્રાય સ્કીન દૂર થશે

દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે સાથે સાથે તમારી સ્કીનની સુંદર બનાવવામાં પણ મદદ કરે છે. ચલો તો જણાવીએ કે કેવી રીતે કાચા દૂધનો તમે ફેસ પેક, સ્ક્રૂબ અને અન્ય રીતથી તમારી સ્કીન પર ઉપયોગ કરી શકો છો. 

ક્લિન્ઝર
માર્કેટમાં મળતું ક્લિન્ઝરની જગ્યાએ કાચુ દૂધ ખૂબ જ જોરદાર ક્લિન્ઝર હોય છે એનાથી ચહેરાને કોઇ પણ પ્રકારનું નુકસાન પણ પહોંચશે નહીં. એના માટે કાચા દૂધમાં એક કૉટનના ટૂકડાને ડૂબાડીને ચોખ્ખા ચહેરા પર લગાવું જોઇએ, થોડાક સમય બાદ જ્યારે તમે તમારો ચહેરો ધોશો તો એ સમગ્ર રીતે સાફ થઇ જશે. 

સ્કીન રહેશે સૉફ્ટ
ગુલાબના પાંદડાને પીસીને અડધા ગ્લાસ કાચા દૂધમાં 30 મીનિટ સુધી પલાળીને રાખો. ત્યારબાદ આ પેસ્ટને સમગ્ર ચહેરા પર લગાવીને હળવા હાથથી મસાજ કરો. થોડા સમય બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇ નાંખો, તમારી સ્કિન પિંક અને સૉફ્ટ થઇ જશે. 

ગ્લોઇંગ સ્કીન
જો સ્કીન વધારે ડ્રાય છે તો બે ચમચી દૂધમાં મલાઇ અને 1 ચમચી મધ મિક્સ કરીને સ્કીન પર લગાવી લો. થોડાક સમય બાદ એને રગડીને ઊતારી લો. બે સપ્તાહ સુધી આ રીત અપનાવો તમારી સ્કીનમાં ખૂબ ગ્લોઇંગ આવશે. 

READ ALSO: અડદની દાળનો આવી રીતે કરશો ઉપયોગ તો ખીલનો જડમૂળમાંથી થશે છુટકારો

શ્યામ સ્કીન 
શ્યામ સ્કીન પર ગ્લો લાવવા માટે દૂધની મલાઇમાં હળદર પાઉડર નાંખીને ચહેરા પર લગાવો. થોડાક સમય બાદ એને રગડીને ઊતારી લો. બે સપ્તાહ સુધી આ રીત અપનાવો તમારા સ્કીનમાં ખૂબ જ નિખાર આવશે. 

બ્લીચની જગ્યા
બે ચમચી દૂધમાં 1 ચમચી મધ અને લીંબૂનો રસ મિક્સ કરીને 10 મીનિટ સુધી ચહેરા પર લગાવી દો. ચહેરા માટે આ ખૂબ જ સારું બ્લીચનું કામ કરશે. 

દૂર થઇ જશે બારીક લાઇન 
1 કેળાને કાચા દૂધમાં મેશ કરીને પેસ્ટ બનાવીને સ્કિન પર 15 મીનિટ સુધી લગાવીને છોડી મૂકો. ત્યારબાદ એને પાણીી ધોઇ નાંખો. સ્કીન પર ગ્લો લાવાની સાથે આ બારીક લાઇન્સને પણ દૂર કરવામાં મદદ કરે છે. 

સનબર્ન
તડકામાં રહેવાને કારણે ઘણી વખત સ્કીન પર સનબર્ન થઇ જાય છે એવામાં એ જગ્યાએ બટરમિલ્ક લગાવો. સનબર્નને દૂર કરવાની સાથે આ ટેનિંગને પણ દૂર કરશે. 

ફાટેલા હોઠ
જો તમારા હોઠ ફાટેલા છે તો રાતે સૂતા પહેલા એક ટીપુ ગુલાબજળ, લીંબૂનો રસ દૂધની મલાઇમાં મિક્સ કરીને લગાવી લો, નિયમિત રૂપથી એનો પ્રયોગ કરવા પર ફાટેલા હોઠ મુલાયમ થઇ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips lifestyle raw milk કાચુ દૂધ ગ્લોઇંગ સ્કીન સ્કીન કેર beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ