બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રોજ રાત્રે સૂતા પહેલા અવશ્ય કરો આ 5 કાર્ય, તણાવ કંટ્રોલમાં રહેશે, ઊંઘ પણ પૂરી થઇ જશે
Last Updated: 12:32 PM, 9 December 2024
સવારે વહેલા ઊઠવું અને રાતે જલ્દી સૂઈ જવું એ એક હેલ્ધી લાઈફ સ્ટાઈલ છે પણ આજકાલ લોકોના ઊંઘવાના સમયમાં ફેરફાર આવ્યો છે. લોકો રાતે મોડે સુધી ટીવી કે મોબાઈલ જોતા હોય છે જેથી રાતે મોડા સૂઈને સવારે ઊઠીને ઓફિસ જવા લાગે છે અને ઊંઘ પૂરી થતી નથી જેની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.
ADVERTISEMENT
રાતે ઊંઘ નહીં આવવાના હોય શકે છે આ કારણો
ADVERTISEMENT
7-8 કલાકની ઊંઘ અનિવાર્ય
નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિએ રાતે 7-8 કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે. રાતે ઊંઘ ઓછી લેવાથી ડાયાબિટીઝ થવાની સંભાવના વધી જે છે. રાતે લેવાયેલી પૂરતી ઊંઘ મગજને શાંત કરે છે અને સ્ટ્રેસ અને ઘણી બિમારીઓને દૂર રાખે છે.
જો તમે રાતે પૂરતી ઊંઘ નથી લેતા તો તમે સવારે પણ સુસ્તી અનુભવો છો. અને આખો દિવસ શરીરમાં ઉર્જાનો અભાવ જોવા મળે છે ત્યારે આ ટિપ્સને અપનાવીને તમે માત્ર 6 કલાકમાં જ પૂરતી ઊંઘ લઈ શકશો.
ડિનર પછી તરત ના ઊંઘો
જમ્યા પછી તરત ઊંઘવાથી પાચન ખરાબ થાય છે અને ગેસ અને એસિડિટી જેવી સમસ્યા ઊભી થાય છે. આથી ઊંઘવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા જામી લેવાથી રાતે સરસ ઊંઘ આવશે.
સૂતા પહેલા પાણી પીવો
જેમ સવારે ઊઠીને તરત પાણી પીવું જોઈએ એમ સૂતા પહેલા પણ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી તે શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કાઢે છે અને તમને રાતે શાંતિથી ઊંઘ આવે છે.
સૂતા પહેલા નાહવું જોઈએ
જો તમને પણ રાતે ઊંઘ ના આવતી હોય તો ભલે શિયાળો હોય કે ઉનાળો રાતે સૂતા પહેલા હૂંફાળા પાણીથી નાહવું જોઈએ. હૂંફાળા પાણીથી નાહવાથી બોડી એલર્ટ થઈ જે છે અને સુવાના 15-20 મિનિટ પહેલા નાહવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને સરસ ઊંઘ આવે છે.
વધુ વાંચો: વગર પરીક્ષાએ સરકારી નોકરી! એમાંય મહીનાની સેલરી 2 લાખથી વધુ, જલ્દી કરો, આવો મોકો નહીં મળે
બેડરૂમમાં કેન્ડલ કરો
તમારા રૂમમાં તમને ગમતા ફ્લેવરની કેન્ડલ કરો. અથવા સારી એરોમાં માટે તલના તેલ કે રાઈસ બ્રાન તેલનો દીવો કરો જે ઊંઘમાં મદદ કરશે તો સાથે ઉત્તર દિશામાં માથું રાખીને ના સૂવું જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.