બ્રેકિંગ ન્યુઝ
છેલ્લા ઘણા સમયથી હેલ્થના નામે લાઇમ વોટર, હર્બલ ડ્રીંક્સ, હની વોટર અને જુદી જુદી પ્રોડક્ટ્સ ભેળવેલા ફ્લેવર્ડ વોટર અને ડાયેટ સોડા તેમજ એનર્જી ડ્રિંક્સની બોલબાલા વધી છે. વજનને નિયંત્રણમાં રાખવાની હોડમાં લોકો આખો દિવસ આવા પીણાંની બોટલ લઇને ફર્યા કરે છે. શું આ ડ્રીંક્સ વિચારીએ છીએ એટલા હેલ્ધી છે ખરા?
ADVERTISEMENT
જાપાનમાં ડાયેટ પીણાં અને એનર્જી ડ્રીંક્સના શોખીન 2888 લોકો પર કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યુ કે આવા કોઇ જ પીણાંથી વેઇટલોસ થતો નથી. ઉલટાનું અલ્ઝાઇમર્સ, ડાયાબિટીઝ, ફેટી લીવર અને સ્ટ્રોકનું જોખમ વધે છે. પ્રિવેન્શન ઓફ ફુડ એડલ્ટરેશન એક્ટમાં નિર્ધારિત કરવામાં આવેલી કેફીનની માત્રા કરતા આ ડ્રિંકમાં કેફીનનું વધુ પ્રમાણ જાણવા મળ્યુ હતુ.
કન્ઝ્યુમર પેટર્નના આધારે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ફ્લેવર્ડ વોટર અને એનર્જી ડ્રીંક્સના વેચાણમાં ખુબ જ ઉછાળો આવ્યો છે. સેલિબ્રીટીઝ દ્વારા થતી જાહેરાતોએ પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ફ્લેવર્ડ વોટરના ફાયદા હોઇ શકે છે, પરંતુ ડાયેટ સોડા અને એનર્જી ડ્રીંક્સના નામે લોકોને છેતરવામાં આવે છે.
ADVERTISEMENT
શું કહે નિષ્ણાતો
એનર્જી ડ્રિંક અંગે નિષ્ણાતો કહે છે કે એનર્જી ડ્રીંક્સમાં શુગર અને ઉત્તેજક સંયોજનોનું મિશ્રણ છે. જે તમારી શારિરીક અને માનસિક ઉત્તેજનામાં વધારો કરે છે. એનર્જી ડ્રીંકમાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે તેથી તે પીને મજા આવે છે. થોડી વાર માટે થાક દુર થયો હોય તેમ લાગે છે. કેફીનના ઓવરડોઝથી ક્યારેક બેચેની, ગભરામણ, ઉચાટ, બેચેની, એન્ગ્ઝાઇટી, હાઇ બ્લડ પ્રેશર, હ્રદયના ધબકારા વધવા, ચક્કર આવવા, અનિંદ્રા જેવા રોગોનું જોખમ વધી જાય છે. તેમા શર્કરાનુ પ્રમાણ વધુ હોવાથી મેદસ્વીતા અને ટાઇપ ટુ ડાયાબીટીસનું જોખમ પણ વધી જાય છે.
પાણીમાં શું ઉમેરવું એ જાણવુ જરુરી
હર્બલ ટી કે અન્ય ફ્લેવર્ડ વોટરના કેટલાક લાભ છે તેમ ડાયેટિશિયનો કહે છે, પરંતુ ક્યારે કેટલી માત્રામાં અને કોણે કેટલુ ફ્લેવર્ડ વોટર પીવુ જોઇએ તે જાણવુ જરુરી છે. વજન ઘટાડવા માટે એક્સર્સાઇઝ પર ફોકસ કરવુ જોઇએ. ફિઝિકલ વર્ક પ્રત્યે લોકોના ઉદાસીન વલણના કારણે અન્ય વિકલ્પો ગ્લેમરાઇઝ્ડ થયા છે. પાણીમાં શું ઉમેરવું અને કેટલુ ઉમેરવુ તે માટે નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. આંઘળા અનુકરણથી સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. એસિડીટીના દર્દીઓ તજ અને એપલ મિશ્રિત પાણી પીવે તો તેમની તકલીફ વધી શકે છે. લીંબુ યુક્ત પાણી પીવાથી વજન ઝડપથી ઉતરે છે તે માન્યતા પણ સાચી નથી. ખટાશની એલર્જી ધરાવતી વ્યક્તિએ લીંબુ ન પીવું જોઇએ. કોઇ પણ વસ્તુના ઉપયોગ પહેલા નિષ્ણાતોની સલાહ લેવી આવશ્યક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.