ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કામશક્તિ વધારવા મહિલાઓ માટે ફીમેલ વાયગ્રા, ઉપયોગ પહેલા જાણો તેના ફાયદા-નુકસાન
Last Updated: 05:30 PM, 3 January 2025
ADVERTISEMENT
સ્ત્રીઓમાં જાતીય ઇચ્છામાં ઘટાડો એ એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા છે, જેને હાયપોએક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર (HSDD) કહેવાય છે. આ સમસ્યા માનસિક તણાવ, હોર્મોનલ અસંતુલન અથવા અન્ય કારણોને લીધે ઊભી થઈ શકે છે, જે તેમના અંગત અને લગ્ન જીવનને અસર કરી શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે Flibanserin વિકસાવવામાં આવી છે, જે 'ફીમેલ વાયગ્રા' તરીકે ઓળખાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફ્લિબન્સેરિન મગજમાં રસાયણોનું સંતુલન પુનઃસ્થાપિત કરીને કામ કરે છે. આ દવા મુખ્યત્વે સેરોટોનિન, ડોપામાઈન અને નોરેપીનેફ્રાઈન જેવા ચેતાપ્રેષકોના સ્તરને અસર કરે છે.

ADVERTISEMENT
સેરોટોનિન મગજમાં સંતોષ અને ખુશી સાથે સંકળાયેલું છે. પરંતુ તેનું ઉચ્ચ સ્તર જાતીય ઇચ્છાઓને ઘટાડી શકે છે. Flibanserin આ રસાયણની અસરોને નિયંત્રિત કરે છે, જે જાતીય ઈચ્છાને સુધારી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ડોપામાઈન અને નોરેપાઈનફ્રાઈન ઉત્તેજના અને પ્રેરણા સાથે સંકળાયેલા રસાયણો છે. ફ્લિબન્સેરિન તેમની પ્રવૃત્તિ વધારીને જાતીય ઇચ્છાઓને વધારવામાં મદદ કરે છે.

ADVERTISEMENT
ફ્લિબન્સેરિન સૂતા પહેલા દિવસમાં એકવાર લેવામાં આવે છે. ડૉક્ટરની સલાહ વિના તેનું સેવન કરવું સલામત નથી.
વધુ વાંચો : પેશાબ કર્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ? ખરાબ આદતથી કિડનીને થશે અસર
આ દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ દવા દરેક સ્ત્રી માટે યોગ્ય નથી, ખાસ કરીને જો તેઓ ગર્ભવતી હોય, સ્તનપાન કરાવતી હોય અથવા ગંભીર તબીબી સ્થિતિ હોય.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો