બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / fashion designer prathyusha garimella was found lifeless at her residence in hyderabad

BIG NEWS / દેશની ટોપ ફેશન ડિઝાઈનરની લાશ ઘરમાંથી મળી આવી, પોલીસને ઘરમાંથી મળી શંકાસ્પદ વસ્તુ

Pravin

Last Updated: 09:10 PM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોપ ફેશન ડિઝાઈનર પ્રત્યૂષા ગરિમેલા હૈદરાબાદમાં પોતાના ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવી છે.

  • દેશની ટોપ ફેશન ડિઝાઈનરનું મોત
  • ઘરમાંથી મળી આવી સંદિગ્ધ અવસ્થામાં લાશ
  • પોલીસને આ વાતની છે શંકા

 

ટોપ ફેશન ડિઝાઈનર પ્રત્યૂષા ગરિમેલા હૈદરાબાદમાં પોતાના ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બપોરે બંજારા હિલ્સમાં પોતાના ઘરમાં સંદિગ્ધ અવસ્થામાં મૃત હાલતમાં મળી આવી હતી. 35 વર્ષિય પ્રત્યૂષાનું ઘર બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનના ફિલ્મ નગરમાં આવેલું છે. પ્રત્યૂષા દેશની ટોપ 30 ફેશન ડિઝાઈનરોમાંની એક હતી.

ઘરમાંથી સંદિગ્ધ અવસ્થામાં મળી આવી લાશ

પ્રાથમિક માહિતી અનુસાર પ્રખ્યાત ફેશન ડિઝાઈનર ગરિમેલા પ્રત્યુષાએ આત્મહત્યા કરી લીધી છે. તેણે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે પ્રત્યુષાના મૃતદેહને ઉસ્માનિયા હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ સાથે લિવિંગ રૂમમાંથી કાર્બન મોનોક્સાઇડનો સિલિન્ડર પણ મળી આવ્યું છે. પોલીસને શંકા છે કે તેનું મૃત્યુ કાર્બન મોનોક્સાઇડ ગેસને કારણે થયું છે.

પોલીસે પુછપરછ શરૂ કરી

હકીકતમાં જોઈએ તો, ઘટના ત્યારે સામે આવી જ્યારે તેણે શનિવારે બપોરે જવાબ ન આપ્યો, જે બાદ સિક્યુરિટીએ પોલીસને જાણ કરી હતી. જેના પર પોલીસે ઘરનો દરવાજો તોડી અંદર જઈને તેની લાશ કબ્જામાં લીધી હતી. પોલીસે મૃતદેહને ઓસ્માનિયા હોસ્પિટલના શબઘરમાં પોસ્ટમોર્ટમ માટે રાખ્યો છે અને શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે દિલ્હીમાં રહેતા તેના સંબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.

અમેરિકામાંથી કર્યું છે ફેશન ડિઝાઈનિંગ

જણાવી દઈએ કે પ્રત્યુષાએ યુએસથી ફેશન ડિઝાઈનિંગ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત હૈદરાબાદથી કરી હતી. વર્ષ 2013માં પ્રત્યુષાએ પોતાના નામથી લેબલ શરૂ કર્યું, ત્યાર બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. પ્રત્યુષાએ ટોલીવુડ ઇન્ડસ્ટ્રીની ઘણી લોકપ્રિય હસ્તીઓ માટે કપડાં ડિઝાઇન કર્યા છે. આ સિવાય પ્રત્યુષાએ ઘણા બોલિવૂડ સેલેબ્સ માટે પણ કામ કર્યું છે. તેમના ઘણા મોટા ગ્રાહકો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Crime News Hyderabad fashion designer prathyusha garimella Hyderabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ