ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / ભાવનગરના સમાચાર / Fair today in the nishkalank Mahadev at Koliyak, thousands of devotees thronged

ભાવનગર / ગુજરાતનો એક અનોખો મેળો: 5 હજાર વર્ષ પહેલા શિવલિંગ સ્થાપિત થયું હોવાની લોકવાયકા, ઉમટી પડે છે ભક્તોની ભીડ

Published By: Khyati

Last Updated: 01:59 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવમંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા ત્યારે ભાવનગરના પ્રાચીન મંદિરમાં સમુદ્રકાંઠે બિરાજિત મહાદેવના મંદિરે ઉમટી હજારોની ભીડ

ADVERTISEMENT

  • ભાવનગરનું પ્રાચીન તીર્થ નિષ્કલંક મહાદેવ
  • હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા દર્શનાર્થીઓ
  • અમાસ હોવાથી આજે  મેળો 

આજે શ્રાવણમાસનો છેલ્લો દિવસ.  તેમાં પણ અમાસ. એટલે આજના દિવસે શિવમંદિરોમાં ભક્તોની આખો દિવસ અવરજવર રહેવાની. ત્યારે આજના દિવસે વિવિધ મંદિરોમાં આ દિવસને લઇને અનોખી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વાત કરીએ ભાવનગરના કોળિયાક ગામની. જ્યાં 5000 વર્ષ પૂર્વે સ્થાપિત થયેલા નિષ્કલંક મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજે મેળો ઉજવાશે. 

નિષ્કલંક મહાદેવના મંદિરે આજે મેળો 

આજે અમાસ હોવાથી નિષ્કંલક મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. આજના દિવસે સમુદ્ર સ્નાન તેમ જ અસ્થિ પધરાવવાનું વિશેષ મહત્વ છે. જેને લઇને આજે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરાવતા જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામ અને અહીં સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના  દર્શન કરવો એક લ્હાવો છે. આ શિવલિંગ પર દિવસમાં બે વખત  સમુદ્રના  જળથી જળાભિષેક કરવામાં આવે છે અને  દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં 1.5 કિલોમીટર ચાલીને દર્શન કરવા આવે છે.  અહીં દરિયા કિનારે અનેક શિવ મંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે જેમાં સૌથી પ્રાચીન મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર માનવામાં આવે છે.

5000 વર્ષ પહેલા પાંડવોએ બનાવ્યુ હતું શિવલિંગ

કહેવાય છે કે 5000 વર્ષ પહેલા પાંડવોએ નિષ્કલંક મહાદેવ શિવલિંગની સ્થાપના કરી હતી. સૌ પ્રથમ રાજા ભાવનગર સ્ટેટ પરિવાર દ્વારા અહીં ધજા ચઢાવવામાં આવી હતી. આથી અમાસના આગળના દિવસે રાજવી પરિવાર દ્વારા નિલમબાગ પેલેસ ખાતે ધ્વજ પૂજન  કરીને મંદિરના પ્રતિનિધિઓને ધજા સોંપવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી  પૂજા અર્ચનામાં જોડાયા હતા.  સોલંકી  પરિવાર દ્વારા આ પ્રસંગે ભક્તજનો માટે 2.5 ટન શિરાની પ્રસાદીનું વિતરણ કરાયું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

અમાસનો મેળો નિષ્કલંક મહાદેવ પ્રાર્ચીન તીર્થ ભક્તોની ભીડ Bhavnagar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ