ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરનું રવિવારે 6 ફેબ્રુઆરી 2022 ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું. લતાજીને કોવિડ-19નો ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.લગભગ એક મહિના સુધી દાખલ રહ્યા પછી, મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેમનું અવસાન થયું. ચાહકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી હતી. બોલિવુડ આખુ શોકમાં ગરકાવ થયું હતું. મોટી સંખ્યામાં લોકો લત્તાજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમાં શાહરુખ ખાન પણ સામેલ હતો. શાહરુખ ખાનનો શ્રદ્ધાંજલિ આપતો વીડિયોએ સોશિયલ મીડિયામાં ભાર ેહોબાળો મચાવ્યો છે જેમાં લોકો કહી રહયા છે કે શાહરુખ ખાન લત્તાજીના પાર્થિવ દેહ પર થૂંક્યો. ત્યારે આવો જાણીએ શું છે સત્ય

ADVERTISEMENT
શું હતુ વીડિયોમાં ?
સોશિયલ મીડિયામાં એક તસવીર સામે આવી છે જેમાં શાહરુખ અને તેની મેનેજર પૂજા દદલાની લતા મંગેશકરના પાર્થિવ દેહની સામે પ્રાર્થના કરી રહ્યા છે. એક વીડિયો પણ સામે આવ્યો તછે જેમાં શાહરુખ ખાન દુઆ પઢ્યા પછી માસ્ક ઉતારે છે. આ વીડિયો જોઇએ સોશિયલ મીડિયામાં યુઝર્સ શાહરુખને ટ્રોલ કરી રહ્યા છે. ગુસ્સે થઇ રહ્યા છે. કેટલાક યુઝર્સ તો એવું પણ કહી રહ્યા છે કે શાહરુખે માસ્ક ઉતાર્યા બાદ લત્તાજીના પાર્થિવ શરીર પર થૂંક્યું.
ADVERTISEMENT
The most secular person .But this secularism always brings hate for him🙂#ShahRukhKhan #LataDidi #LataMangeshkarPassesAway pic.twitter.com/St6gY3FdNa
— Azharul Akash (@AzharulAkash3) February 6, 2022
ADVERTISEMENT
સાચુ શું છે ?
ADVERTISEMENT
શાહરૂખ ખાનના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ઘણા લોકો શાહરૂખ ખાનની આકરી ટીકા કરી રહ્યા છે. જોકે ઘણા યુઝર્સે આ ઘટના અંગે કહી રહ્યા છે કે શાહરુખ ખાને થૂંક્યુ નથી. પરંતુ વાસ્તવમાં શાહરૂખે દુઆ પઢ્યા પછીફૂંક મારી હતી. ઇસ્લામ ધર્મમાં દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે દુઆ પઢ્યા બાદ ફૂંક મારવામાં આવે છે.
ADVERTISEMENT
Shah Rukh Khan reading a dua and blowing on Lata ji’s mortal remains for protection and blessings in the next life. Cannot comprehend the level of bitterness of those saying he is spitting. pic.twitter.com/JkCTcesl86
— Samina ✨ (@SRKsSamina_) February 6, 2022
શાહરૂખના બચાવમાં આવ્યા ફેન્સ
આ વાયરલ વીડિયોને લઇને ચાહકોએ શાહરુખ ખાનનો બચાવ કર્યો હતો. એક ટ્વિટમાં યુઝરે લખ્યું, 'શાહરુખે થૂંક્યું નથી, પરંતુ ઇસ્લામ અનુસાર, તેણે ખરાબ શક્તિઓને લતાજીથી દૂર રાખવા માટે ફૂંક મારી છે. અને જો લોકો આ વિશે વાંચશે તો તેઓને સત્ય ખબર પડશે. ,
સંકળાયેલા મુદ્દાઓ