બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / EXIT POLL REALLY TRUE? With the BJP reeling from record-breaking numbers, these incidents have misled polls in the past
Last Updated: 10:03 PM, 5 December 2022
ADVERTISEMENT
લોકસભા કે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા તરત જ એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ જાય છે. ત્યારે મીડિયા મુકવામાં આવતી ધારણા મુજબ એક્ઝિટ પોલ દર્શકો સમક્ષ મુકવામાં આવે છે. જેનાથી દર્શકોની ઉત્સુકતામાં વધારો થાય છે. ત્યારે આ વખતે એક્ઝિટ પોલનાં આંકડા સાચા પડશે કે ખોટા? તે 8 તારીખે જ ખબર પડી જશે.
ADVERTISEMENT

2017 ની વિધાનસભામાં ભાજપે 99 સીટ મેળવી હતી
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની 2017 ની ચૂંટણીમાં અલગ અલગ ન્યૂઝ ચેનલો દ્વારા પોત પોતાની રીતે એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. ત્યારે ટાઈમ્સ નાઉએ ભાજપને 115 સીટ જ્યારે કોંગ્રેસને 64 સીટ પર જીત મળવાની ધારણા મુકી હતી. જ્યારે ટુડે ચાણક્યએ ભાજપને 135 સીટ અને કોંગ્રેસને 47 સીટ મળશે તેવી ધારણા એક્ઝિટ પોલમાં મુકી હતી. એબીપી ન્યૂઝ ભાજપને 117 સીટ અને કોંગ્રેસને 64 સીટ મળવાની ધારણા મુકી હતી. ઈન્ડિયા ટુડેએ પણ ભાજપને 99 થી 113 અને કોંગ્રેસને 68 થી 82 સીટ મળવાની ધારણા મુકી હતી. ત્યારે મતગણતરીનાં દિવસે ભાજપ 100 બેઠકના આંકડો પણ વટાવી શકી ન હતી. ત્યારે વર્ષ 2017 ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠક પર જીત મેળવી હતી અને કોંગ્રેસ 77 સીટ મેળવવામાં સફળ રહી હતી. જ્યારે અન્ય પક્ષને 6 સીટ પર જીત મેળવી હતી.

ADVERTISEMENT
વર્ષ 2012 માં ભાજપે 115 સીટ મેળવી હતી
10 વર્ષ પહેલા 2012 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ન્યૂઝ 24 એ એક્ઝિટ પોલ પ્રસારિત કર્યો હતો જે ભાજપ પોતાના તમામ રેકોર્ડ તોડીને 140 સીટ પર અને કોંગ્રેસને માત્ર 40 સીટ પર જીત મળશે તેવી ધારણા કરી હતી. એબીપી ન્યૂઝે ભાજપને 126 અને કોંગ્રેસને 50 સીટ પર જીતની ધારણા કરી હતી. ત્યારે સી વોટરે ભાજપ 119 થી 129 સીટ અને કોંગ્રેસ 49 થી 59 સીટો પર જીતની ધારણા કરી હતી. પરંતું જ્યારે મતગણતરી થઈ ત્યારે 115 અને કોંગ્રેસને 61 સીટ પર જીત હાંસલ કરી હતી.

ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી
મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે પરિણામ પહેલા કઈ પાર્ટી કેટલી સીટ જીતશે તે કહેવું નાનીસૂની વાત નથી. ત્યારે અગાઉના સમયે એવી પણ કેટલીક ચૂંટણી થઈ જેમાં સત્તાવાર પરિણામો એકદમ વિપરીત આવ્યા હતા. ત્યારે વર્ષ 2021 માં પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગની ધારણાથી ભાજપને 100 થી વધુ સીટ પર જીતવાના દાવા કર્યા હતા. પરંતું મમતા બેનર્જીના ગઢમાં પણ ભાજપે 77 સીટો પર વિજય મેળવ્યો હતો પરંતું સરકાર બનાવવામાં નિષ્ફળ રહીશ.

ADVERTISEMENT
હરિયાણામાં ભાજપે ગઠબંધનની સરકાર બનાવી હતી
વર્ષ 2019 માં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ઘણા એક્ઝિટ પોલ કરવામાં આવ્યા હતા. જેમાં લોકોએ ભાજપને 70 થી વધુ સીટ પર જીત મળશે તેવી ધારણાઓ કરવામાં આવી હતી. ત્યારે સત્તાવાર મતગણતરી થઈ ત્યારે 40 સીટ પર ભાજપને જીત મળી હતી અને ભાજપે ગઠબંધનની સરકાર બનાવી હતી.

UPA સત્તામાં આવી અને ર્ડાક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા
વર્ષ 2004 માં અટલ બિહારી બાજપેયીની સરકારમાં લોકસભાની ચૂંટણી આવી હતી. ત્યારે ભાજપે ઈન્ડિયા શાઈનિંગનો નારો આપી પ્રચાર કર્યો હતો. ચૂંટણીમાં લોકોની ધારણા હતી. NDA સત્તામાં આવશે અને કોંગ્રેસને ફરીથી વિપક્ષમાં બેસવું પડશે. પણ જ્યારે લોકસભાના પરિણામ આવ્યા ત્યારે UPA સત્તામાં આવી અને ર્ડાક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા હતા.
વર્ષ 2007 પછી UPA સરકાર પર કૌભાંડના આક્ષેપો લાગવાના શરૂ થયા. ત્યારે બે વર્ષ બાદ 2009 માં લોકસભાની ચૂંટણી આવી. ત્યારે UPA સરકારને જીતવું મુશ્કેલ હતું. જે ધારણા બાદ UPA ને 199, NDA ને 197 સીટોની ધારણા હતી. પરંતું છેલ્લે જ્યારે પરિણામ આવ્યું ત્યારે UPA ને 262, NDA ને 159 સીટ મળવા પામી હતી અને ર્ડાક્ટર મનમોહનસિંહ ફરીથી પ્રધાનમંત્રી બન્યા હતા. ઘણી વખત એક્ઝિટ પોલના અનુમાન ખોટા પડ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.