બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / પેન્શનરો માટે મોટા સમાચાર: શું ₹1000 ના બદલે હવે મળશે ₹7500 પેન્શન?

તમારા કામનું / પેન્શનરો માટે મોટા સમાચાર: શું ₹1000 ના બદલે હવે મળશે ₹7500 પેન્શન?

Pravin Joshi

Last Updated: 06:27 PM, 9 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં EPFO એ કર્મચારીઓની સુવિધા માટે અનેક ફેરફારો કર્યા છે, જેનાથી પીએફ ઉપાડવાની પ્રક્રિયા ઘણી સરળ બની છે. આ દરમિયાન, નિવૃત્ત કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે.

ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે પીએફ (PF) અને પેન્શન હંમેશા ચર્ચાનો વિષય રહે છે. તાજેતરમાં EPFO એ કર્મચારીઓની સુવિધા માટે અનેક ફેરફારો કર્યા છે, જેનાથી પીએફ ઉપાડવાની પ્રક્રિયા ઘણી સરળ બની છે. આ દરમિયાન, નિવૃત્ત કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. સરકાર EPS-95 હેઠળ લઘુત્તમ માસિક પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

PF Account

પેન્શન ફંડમાં કેવી રીતે જમા થાય છે નાણાં?

EPF ના નિયમ મુજબ, કર્મચારી પોતાના બેઝિક પગારના 12 ટકા ફાળો પ્રોવિડન્ટ ફંડમાં આપે છે. આટલો જ હિસ્સો કંપની (નિયોક્તા) દ્વારા પણ આપવામાં આવે છે. જોકે, કંપનીના 12 ટકા ફાળામાંથી બે ભાગ પડે છે:

8.33 ટકા: કર્મચારી પેન્શન યોજના (EPS) માં જાય છે.

3.67 ટકા: EPF યોજનામાં જમા થાય છે.

PF ATM

બજેટ 2025 અને પેન્શનરોની માંગ

બજેટ 2025 પહેલા, EPS-95 રાષ્ટ્રીય આંદોલન સમિતિના પ્રતિનિધિઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. પેન્શનરોની લાંબા સમયથી માંગ છે કે તેમને દર મહિને લઘુત્તમ 7,500 રૂપિયા પેન્શન અને સાથે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે. નાણામંત્રીએ આ માંગણીઓ પર વિચાર કરવાની ખાતરી આપી છે.

કેવી રીતે થાય છે પેન્શનની ગણતરી?

તમને મળનાર માસિક પેન્શનનો આધાર તમારા 'પેન્શન પાત્ર પગાર' અને 'નોકરીના વર્ષો' પર રહેલો છે. તેની ગણતરી માટે સરેરાશ બેઝિક પગાર અને છેલ્લા 12 મહિનાના મોંઘવારી ભથ્થાની સરેરાશ લેવામાં આવે છે.

pension-final

ગણતરીનું સૂત્ર

માસિક પેન્શન = (પેન્શન પાત્ર પગાર X નોકરીના વર્ષો) / 70

અહીં એક મહત્વનો નિયમ એ છે કે, જો તમારો બેઝિક પગાર 15,000 રૂપિયાથી વધુ હોય, તો પણ પેન્શનની ગણતરી માટે મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા જ ગણવામાં આવે છે.

12 વર્ષની નોકરી પર: (15,000 x 12) / 70 = અંદાજે 2,571.42 રૂપિયા દર મહિને.

20 વર્ષની નોકરી પર: (15,000 x 20) / 70 = અંદાજે 4,285.71 રૂપિયા દર મહિને.

આ પણ વાંચોઃ ''જ્યારે મારો પૂરો શો આવશે ત્યારે...'', રોહિત શર્મા કરવા જઇ રહ્યાં છે ટીવી ડેબ્યૂ

આ ગણતરી મુજબ, જેમ જેમ તમારા નોકરીના વર્ષો વધશે તેમ તેમ પેન્શનની રકમમાં પણ વધારો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PensionCalculation EPFO RetirementPlanning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ