ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / ''જ્યારે મારો પૂરો શો આવશે ત્યારે...'', રોહિત શર્મા કરવા જઇ રહ્યાં છે ટીવી ડેબ્યૂ
Last Updated: 11:11 PM, 8 May 2026
ADVERTISEMENT
IPL ટીમ મુંબઈ ઇન્ડિયન્સની શાન રોહિત શર્મા સોશિયલ મીડિયા પર પણ મેદાન પર પણ એટલો જ ફેમસ છે જેટલો તે મેદાનમાં છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હવે રોહિત શર્માના ફેંસ માટે ગૂડ ન્યુઝ આવ્યા છે. જેમાં તે ટૂંક સમયમાં ટેલિવિઝન પર ડેબ્યૂ કરશે. જેમાં તેના શોનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટીવી પર ડેબ્યૂ કરવા જઈ રહેલા રોહિત શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર સોની ટીવીનું આ ટીઝર શેર કર્યું છે. ટીઝરમાં, રોહિત શર્મા પાસે લોકો ઓટોગ્રાફ માંગતા જોવા મળે છે. રોહિત ખુશીથી ઓટોગ્રાફ આપે છે, પરંતુ દરેક ઓટોગ્રાફ લેનાર તેને તેની ફેમસ લાઇન, "ગાર્ડન મેં કોઈ ઘુમેગા નહીં" રીપીટ કરવાનું કહે છે. આ વારંવારની રીક્વેસ્ટથી રોહિત હતાશ થઈ જાય છે. અંતે તે કોઈને ફોન કરે છે અને કહે છે, "જો ગાર્ડન કા કામ ચલ રહા થા ઉસે રોક દો, મુઝે લાઈફ મેં ગાર્ડન હી નહી ચાહીએ”
તમે રોહિત શર્માનો આ શો સોની ટીવી અને સોની લિવ પર જોઈ શકો છો. આ ટીઝરમાં, રોહિત કહે છે, "ડો લાઈન ક્યાં બોલ દી ઇતના વાયરલ હો ગયા. જબ મેરા પુરા શો આયેગ તો ક્યાં હોગા?" રોહિત શર્માએ વીડિયોને કેપ્શન આપ્યું હતું, "બહુત હુઆ ગાર્ડન... અબ કુછ નયા કરતે હૈ". રોહિત શર્માનો આ શો ટૂંક સમયમાં સોની લિવ અને સોની ટીવી પર ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT

આ શોના ફોર્મેટ વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફેંસ ખૂબ ઉત્સાહિત છે. જેમાં એક યુઝરે લખ્યું, "હિટમેનનો શો સુપરહિટ રહેશે." બીજાએ લખ્યું કે, "પાર્ટ-ટાઇમ જોબ". એક યુઝરે લખ્યું, "આ તો સ્કીલ ડેવલોપમેન્ટ થયું". તો બીજા યુઝરે લખ્યું, "આ વખતે તે પણ કરો અને પંડ્યાને તમારી હાજરીમાં બોલાવો".
ADVERTISEMENT
રોહિત શર્મા પૂર્વ ભારતીય કેપ્ટન છે અને સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 46.5 મિલિયન ફોલોઅર્સ છે. જેની પર તે એક્ટીવ પણ રહે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT