બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / 23 રન બનાવીને પણ KL રાહુલે સર્જ્યો ઈતિહાસ, બન્યો IPL માં આવું કરનાર પ્રથમ
Last Updated: 10:43 PM, 8 May 2026
દિલ્હી કેપિટલ્સ (DC) ના ઓપનર કેએલ રાહુલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં આજે એટલે કે 8 મે શુક્રવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચેની મેચ દરમિયાન રાહુલે એક એવો રેકોર્ડ બનાવ્યો જે અત્યાર સુધી કોઈ બીજો બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી. જોકે તેની ઇનિંગ માત્ર 23 રન સાથે સમાપ્ત થઈ, આ ટૂંકી ઇનિંગે તેને IPL ઇતિહાસમાં એક ખાસ સ્થાન અપાવ્યું છે.
ADVERTISEMENT
KL in his element 🧘♂️💙 pic.twitter.com/GyPGxA3xBs
— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2026
કેએલ રાહુલ ત્રણ અલગ અલગ IPL ફ્રેન્ચાઇઝી માટે 1000 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેને પંજાબ કિંગ્સ (PBKS) માટે 2548 રન અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે 1410 રન બનાવ્યા છે. રાહુલે હવે દિલ્હી કેપિટલ્સ માટે 1006 રન બનાવ્યા છે.
ADVERTISEMENT
આ રેકોર્ડ માત્ર કેએલ રાહુલની કોન્સીસ્ટન્સી જ નહીં પરંતુ વિવિધ ટીમો અને પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાની તેની ક્ષમતા પણ દર્શાવે છે. આ સિવાય રાહુલ દિલ્હી કેપિટલ્સ માટે 1000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન પણ બન્યોછે છે. તેને માત્ર 23 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. અગાઉ આ રેકોર્ડ સંયુક્ત રીતે જેપી ડુમિની અને રિષભ પંતના નામે હતો. ડુમિની અને પંતે 35-35 ઇનિંગ્સમાં આ રોકોર્ડ બનાવ્યો છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
કોલકાતા નાઈટ રાઇડર્સસામેની કેએલ રાહુલની ઇનિંગ્સ લાંબો સમય ટકી ન હતી. જેમાં પાંચમી ઓવરના છેલ્લા બોલ પર કાર્તિક ત્યાગીએ શાનદાર સ્લો બોલિંગ કરીને તેને આઉટ કર્યો હતો. રાહુલે કવર પર શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલને યોગ્ય રીતે ટાઈમિંગ નહતો કરી શક્યો અને કેમેરોન ગ્રીને મિડ-ઓન પર કેચ પકડ્યો હતો.
ADVERTISEMENT
આજની આ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે દિલ્હી કેપિટલ્સે વિપ્રજ નિગમ અને મુકેશ કુમારનો સમાવેશ કર્યો છે. જેમાં ટી નટરાજન અને કરુણ નાયરને બહાર રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.