ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / દિવાળી / અર્શદીપને લાગ્યો જોરદાર ઝટકો! જાણીતી ટીમે લીધો ચોંકાવનારો નિર્ણય

સ્પોર્ટ્સ / અર્શદીપને લાગ્યો જોરદાર ઝટકો! જાણીતી ટીમે લીધો ચોંકાવનારો નિર્ણય

Published By: Pravin Joshi

Last Updated: 06:17 PM, 8 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI ની કડક સૂચના બાદ પંજાબ કિંગ્સે અર્શદીપ સિંહના વ્લોગિંગ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે તેમના વિડિયોમાં ચહલ વેપિંગ કરતો ઝડપાયો હતો. દિલ્હી કેપિટલ્સે પણ પરિવારજનોને વિડિયો પોસ્ટ કરવા પર રોક લગાવી છે.

ADVERTISEMENT

આઈપીએલ 2026 ની સીઝન વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આપવામાં આવેલી કડક ચેતવણી બાદ તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. આ શ્રેણીમાં પંજાબ કિંગ્સના સ્ટાર બોલર અર્શદીપ સિંહ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓના પરિવારો પર મોટા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, પંજાબ કિંગ્સે અર્શદીપ સિંહને હાલ પૂરતું વ્લોગિંગ અને વિડિયો શૂટિંગ કરવાથી મનાઈ કરી દીધી છે. અર્શદીપ સિંહ અવારનવાર મેચ બાદ હોટલ, એરપોર્ટ અને પ્લેનમાં ટીમના ખેલાડીઓ સાથે વાતચીત કરતા વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો હતો, જે ચાહકોમાં ખૂબ લોકપ્રિય હતા.

didha - 2026-05-08T161735.348

જોકે, આ વ્લોગિંગ જ હવે વિવાદનું કારણ બન્યું છે. તાજેતરમાં જ અર્શદીપ સિંહે એક વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેમાં યુઝવેન્દ્ર ચહલ કથિત રીતે વેપિંગ (ઈ-સિગારેટ) કરતો જોવા મળ્યો હતો. આ વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો અને BCCI ની છબી ખરડાઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા બોર્ડે શિસ્તભંગના પગલાં ભરવાની સૂચના આપી હતી, જેના પરિણામે પંજાબ કિંગ્સે અર્શદીપના વિડિયો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે જેથી ટીમની આંતરિક બાબતો કે ડ્રેસિંગ રૂમની મર્યાદા બહાર ન જાય.

bcci

બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે પણ પોતાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના પરિવારજનો માટે કડક નિયમો લાગુ કર્યા છે. ટીમના સૂત્રોના જણાવ્યા મુજબ, ખેલાડીઓના પરિવારના સભ્યોને હવે ટીમ સાથે જોડાયેલા કોઈ પણ વિડિયો કે ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ નિર્ણય પાછળ 'હની ટ્રેપ' અને માહિતી લીક થવાનો મોટો ખતરો હોવાનું માનવામાં આવે છે. એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એક ખેલાડીની ગર્લફ્રેન્ડે ટીમની મહત્વની વ્યૂહાત્મક માહિતી બે વખત બહાર લીક કરી હતી, જેને પગલે ફ્રેન્ચાઈઝી હવે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

BCCI એ માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ ટીમ માલિકોને પણ સ્પષ્ટ ચેતવણી આપી છે. બોર્ડના જણાવ્યા મુજબ, એવી ઘટનાઓ સામે આવી છે જેમાં ફ્રેન્ચાઈઝી માલિકો મેચ દરમિયાન મેદાન પર જઈને ખેલાડીઓને ગળે લગાડતા કે તેમની સાથે ગુપ્ત ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. હવેથી માલિકો કે તેમના પ્રતિનિધિઓને ડગઆઉટ, ડ્રેસિંગ રૂમ કે મેદાનમાં ખેલાડીઓ સાથે શારીરિક સંપર્ક કે વાતચીત કરવા પર સખત પ્રતિબંધ છે. જો કોઈ પણ માલિક પ્રોટોકોલ તોડતા જણાશે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ નેશનલ / છાતી ચીરીને આરપાર નીકળી ગઈ ગોળી, સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથના પોસ્ટમોર્ટમમાં ખુલાસો

ઉલ્લેખનીય છે કે આ સીઝનમાં શિસ્તને લઈને અનેક વિવાદો સર્જાયા છે. રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભીંડર ડગઆઉટમાં ફોન પર વાત કરતા ઝડપાયા હતા, જેના પર BCCI એ સખત વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત, કેપ્ટન રિયાન પરાગ પર પણ વેપિંગ કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. 'હની ટ્રેપ' ના જોખમને ધ્યાનમાં રાખીને હોટલના રૂમમાં અજાણ્યા લોકોની એન્ટ્રી પર પહેલેથી જ પ્રતિબંધ છે. આ તમામ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય આઈપીએલ જેવી મોટી ટૂર્નામેન્ટની વિશ્વસનીયતા અને ખેલાડીઓની સુરક્ષા જાળવી રાખવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PunjabKings IPL2026 ArshdeepSingh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ