ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / Emotional post of Bollywood star Vishal dadlani after his father passed away due to Corona
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોના વાયરસની પહેલી અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરની પણ શરૂઆત થઇ ગઇ છે ત્યારે બોલિવુ઼ડમાં રોજે એક બાદ એક સ્ટાર કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે સંગીતકાર અને ગાયક વિશાલ દદલાનીએ શનિવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પિતા મોતી દદલાનીનું નિધન થયુ હોવાની માહિતી આપી છે. જો કે હાલમાં તેઓ પણ કોરોના સામે લડી રહ્યા છે. આ સમયે વિશાલ દદલાનીએ પોતાના પિતાની જૂની તસવીર શેર કરીને હૃદય દ્વાવક માહિતી શેર કરી છે. તેઓના પિતાનુ નિધન થયુ હોવાની માહિતી આપતી ઇમોશલ પોસ્ટમાં તેમણે કોરોનાકાળમાં પોતાની લાચારી વિશે જણાવ્યુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિશાળ દદલાનીએ પિતા માટે કરી પોસ્ટ
વિશાલે ઇમોશનલ પોસ્ટ શેર કરતા જણાવ્યુ કે પાછલી રાતમાં મે મારા સૌથી સારા મિત્ર અને ઘરતી પર સૌથી દયાળુ વ્યક્તિને ગુમાવી દીધા છે. તેમણે પિતાની તસવીર શેર કરતા જણાવ્યુ છે મને જિંદગીમાં તેમના જેવા સૌથી સારા પિતા, સૌથી સારા શિક્ષક અને સૌથી સારા વ્યક્તિ મને ક્યારેય મળ્યા ન હોત. મારામાં આજે જે કંઇ પણ સારુ છે તે મારા પિતાનુ હળવું પ્રતિબિંબ છે. તેઓએ આગળ લખતા જણાવ્યુ કે છેલ્લા 3/4 દિવસોથી તેઓ આઈસીયુમાં હતા. પરંતુ કાલથી હું તેમને મળવા ન જઇ શક્યો હતો કારણ કે હું પણ કોરોના સંક્રમિત છું, હું આવા દુઃખના સમયમાં મારી માતાને પણ મળી શકતો નથી. ખરેખર આ બિલકુલ સારુ ન કહેવાય. હું નથી જાણતો કે પિતા વગર દુનિયામાં કેવી રીતે રહેવાય. હું સંપૂર્ણ રીતે ખોવાઇ ગયો છું
ADVERTISEMENT
શુક્રવારે વિશાલ દદલાનીને થયો હતો કોરોના
વિશાળ દદલાનીએ શુક્રવારે માહિતી આપતા જણાવ્યુ હતુ કે તેઓ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા જણાવ્યુ હતુ કે તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા દરેક લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ પણકરી હતી. તેમણે તમારી પોસ્ટમાં લખ્યું હતું- કે ‘આ એવા લોકો માટે છે જેઓ છેલ્લા સપ્તાહમાં અથવા 10 દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હતા. મારા લક્ષણો સામાન્ય છે તેમ છતાં થોડું મુશ્કેલીભર્યુ છે. કૃપા કરીને સાવધાન રહો’
સંકળાયેલા મુદ્દાઓ