બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / elon musk to pay three top twitter executives including parag agrawal nearly 100 million dollars
ADVERTISEMENT
એલન મસ્ક ત્રણેય અધિકારીઓને કરોડો રૂપિયાનુ વળતર આપશે
ટ્વિટરના માલિક બનતા જ એલન મસ્કે કંપનીના ત્રણ મોટા અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા. જેમાં બે અધિકારીઓ ભારતીય મૂૂળના છે. નોકરીમાંથી નિકાળવામાં આવેલા ત્રણેય અધિકારીઓને એલન મસ્ક કરોડો રૂપિયાનુ વળતર આપશે. મસ્કે સૌથી પહેલા સીઈઓ પદથી ભારતીય મૂળના પરાગ અગ્રવાલને હટાવ્યાં અને જાતે આ પોસ્ટ સંભાળી લીધી. મસ્ક હાલ ટ્વિટરના વચગાળાના સીઈઓ બની ગયા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ મસ્કે પરાગ અગ્રવાલ સહિત ટ્વિટર પરથી જે ત્રણ મોટા અધિકારીઓને કાઢ્યા છે, તેમને તેઓ આશરે 100 મિલિયન ડૉલર વળતર તરીકે ચૂકવશે.
ADVERTISEMENT

કોને કેટલુ વળતર આપવામાં આવશે?
ADVERTISEMENT
પરાગ અગ્રવાલને 50 મિલિયન ડૉલર એટલેકે આશરે 412 કરોડ રૂપિયા, ટ્વિટરના સીએફઓ રહેલા નેડ સેગલે 37 મિલિયન ડૉલર એટલેકે આશરે 304 કરોડ રૂપિયા અને કંપનીની લીગલ પૉલિસી, ટ્રસ્ટ અને સેફ્ટી વિભાગની હેડ રહેલી વિજયા ગડ્ડેને 17 મિલિયન ડૉલર એટલેકે આશરે 140 કરોડ રૂપિયા આપવામાં આવશે. રિપોર્ટસ મુજબ, અધિકારીઓની બેસ સેલેરી અને ઈક્વિટી એવોર્ડસના એક્સીલેરેટેડ વેસ્ટિંગના આધારે તેઓને વળતર આપવામાં આવશે.

ADVERTISEMENT
સીઈઓ તરીકે એક વર્ષ પણ પૂરુ ના કરી શક્યા
ટ્વિટરના સીઈઓ તરીકે પરાગ અગ્રવાલ 11 મહિનાનો કાર્યકાળ પૂરો કરી શક્યા. 38 વર્ષીય પરાગને ગયા વર્ષે નવેમ્બરમાં ટ્વિટરના સીઈઓ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમને કંપનીના સહ-સંસ્થાપક જેક ડોર્સીના રાજીનામા બાદ ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવ્યાં હતા. જો કે, ટ્વિટરમાં એક કર્મચારી તરીકે તેઓ 10 વર્ષથી પણ વધુ સમયથી નોકરી કરી રહ્યાં હતા. જણાવવામાં આવે છે કે તે સમયે ટ્વિટરમાં કુલ કર્મચારીઓની સંખ્યા 1 હજારથી પણ ઓછી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.