Education Minister Jitu Vaghani passes: Results have come in Bhavnagar, big changes in Mahuva too
જનાદેશ /
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પાસ: ભાવનગરમાં આવી ગયું પરિણામ, મહુવામાં પણ મોટા ઉલટફેર
Team VTV02:12 PM, 08 Dec 22
| Updated: 02:19 PM, 08 Dec 22
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામો જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓની જીત થવા પામી છે. ત્યારે શિક્ષણ મંત્રી જીતી વાઘાણીએ પણ જીત હાંસલ કરી છે.
ભાવનગરમાં પશ્ચિમ બેઠક પર લહેરાયો ભગવો
ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીની ભવ્ય જીત
ભવ્ય જીત બદલ જીતુ વાઘાણીએ લોકોનો માન્યો આભાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામો જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓની જીત થવા પામી છે. ત્યારે શિક્ષણ મંત્રી જીતી વાઘાણીએ પણ જીત હાંસલ કરી છે. ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ ભવ્ય જીત મેળવી છે. જીતુ વાઘાણીએ જીત મેળવતા કાર્યકરોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. ભાવનગરના મહુવામાં પણ ભાજપનો ભવ્ય વિજય થવા પામ્યો હતો. ત્યારે ભાજપના ઉમેદવાર શિવાભાઈ ગોહિલની ભવ્ય જીત થતા કાર્યકરોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. જ્યારે ભાવનગર પૂર્વની વિધાનસભા બેઠક પર ભાજપની જીત થવા પામી હતી. જેમાં ભાજપના ઉમેદવાર શિવાભાઈ ગોહિલની ભવ્ય જીત થવા પામી હતી.
હાઈપ્રોફાઈલ ગણાતી ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર ગત 01 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. ભાજપે વર્તમાન ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તો કોંગ્રેસે વરતેજ ગામના સામાજિક આગેવાન કે.કે. ગોહિલને ટિકિટ આપી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ રાજુ સોલંકી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
2012 અને 2017માં જીત્યા હતા જીતુ વાઘાણી
ભાવનગર પશ્ચિમ બેઠક પર વર્ષ 2007માં ભાજપે જીતુ વાઘાણીને ટિકિટ આપી હતી. તેમની સામે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપી હતી. 2007માં શક્તિસિંહ ગોહિલ સામે જીતુ વાઘાણીની હાર થઈ હતી. એ વર્ષ 2012માં ભાજપે ફરી જીતુ વાઘાણીને ટિકિટ આપી હતી અને તેમણે કોંગ્રેસના ડૉ. મનસુખ કાનાણીને હરાવ્યા હતા. 2017માં કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલને પણ જીતુ વાઘાણીએ જંગી બહુમતીથી હરાવ્યા હતા.
ભાવનગર પશ્ચિમ બેઠકનું જાતિવાદી સમીકરણ
ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં નારી ચોકડી, મસ્તરામ બાપા મંદિર, યાર્ડ, દેસાઈનગર, લાલટાંકી, બોરતળાવ, શાસ્ત્રીનગર અને નિલમબાગ તેમજ કુંભારવાડા જેવા પછાત વિસ્તારનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ચિત્રા GIDC પણ આવેલી છે. જેમાં શ્રમિકો અને મધ્યમવર્ગને રોજગાર મળે છે, તો હીરાના કારખાનાઓ, પ્લાસ્ટિકના કારખાનાઓ હજારો લોકોને રોજીરોટી પૂરી પાડે છે. જીતુભાઇ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પર સારી પકડ ધરાવે છે. આ બેઠક પર 1 લાખ 97 હજાર 977 પુરૂષ મતદારો અને 1 લાખ 73 હજાર 967 સ્ત્રીમતદારો મળી કુલ 3 લાખ 71 હજાર 944 મતદારો છે. જ્ઞાતિની દ્રષ્ટીએ જોવા જઈએ તો અહીં કોળી સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે.
શું છે ભાવનગર પશ્ચિમના લોકોની માગણી?
પશ્ચિમ વિધાનસભા બેઠક પર સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. આ વિસ્તારમાં ફ્લાઈ ઓવરનું કામ ચાલે છે. પરિણામે ડાયવર્ઝનના કારણે ટ્રાફિક સર્જાય છે. એટલું જ નહીં આ વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ જાય છે. કેટલાક લોકોનો આક્ષેપ છે કે ભાજપના શાસનમાં અહીં કોઈ જ કામ થયા નથી. જો કે ભાવનગર પશ્ચિમના કેટલાક નાગરિકોનું માનવું છે કે જીતુ વાઘાણીએ આ વિસ્તારમાં ખુબ સારા કામ કર્યા છે જેનો બદલો જનતા તેને મત આપશે.