ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / 10 મિનિટમાં બનાવો ડુંગળી-બેસનનો ક્રિસ્પી નાસ્તો, નોંધી આ વાનગીની પરફેક્ટ રેસિપી

Recipe / 10 મિનિટમાં બનાવો ડુંગળી-બેસનનો ક્રિસ્પી નાસ્તો, નોંધી આ વાનગીની પરફેક્ટ રેસિપી

Published By: Bijal Vyas

Last Updated: 11:23 AM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે રોજ-રોજના એ જ કંટાળાજનક નાસ્તાથી કંટાળી ગયા છો? ઘઉંનો લોટ અને ચણાનો લોટ વાપરીને આ ક્રિસ્પી અને 10 મિનિટમાં બની જતો નાસ્તો બનાવો, તે ટિફિન બોક્સ અને ચાના સમયના નાસ્તા માટે એકદમ ઉત્તમ છે.

ADVERTISEMENT

સવારની દોડધામ વચ્ચે ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે નાસ્તામાં એવી કઈ નવી વાનગી બનાવી શકાય જે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય? જો તમે રોજિંદા એકસરખા નાસ્તાથી કંટાળી ગયા હોય, તો ઘઉંના લોટ અને ચણાના લોટ (બેસન)માંથી બનતો આ સ્વાદિષ્ટ અને કુરકુરો નાસ્તો તમારા પરિવાર માટે એક નવી પસંદગી બની શકે છે. આ રેસીપી ચોક્કસપણે ટ્રાય કરવી જોઈએ. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમે તેને આગલી રાત્રે અથવા અગાઉથી તૈયાર કરી શકો છો, જેથી સવારની વ્યસ્ત સમય દરમિયાન તેને બનાવવામાં માત્ર 10 મિનિટ જ લાગે છે.

સામગ્રી:

  • લોટ (1 કપ ઘઉંનો લોટ)
  • રવો (3 મોટી ચમચી)
  • અજમો (1/4 નાની ચમચી)
  • તેલ અને મીઠું (2 નાની ચમચી)
  • ડુંગળી (3, લાંબી સમારેલી)
  • ચણાનો લોટ (3 મોટી ચમચી)
  • હિંગ
  • જીરું
  • આદુ-લસણની પેસ્ટ
  • લીલાં મરચાં
  • તલ
  • હળદર
  • ધાણા પાવડર
  • કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ચાટ મસાલો
  • ગરમ મસાલો
  • તેલ

આ પણ વાંચોઃ ઘરે જ તૈયાર કરો પાસ્તા-પિઝામાં વપરાતો મોંઘો ઓરિગાનો, બજારથી ખરીદવાની નહીં હોય જરુર

બનાવવાની રીતઃ

  • લોટ, રવો, અજમો, મીઠું અને તેલ ભેગા કરીને થોડો કઠણ લોટ બાંધો અને તેને 5 મિનિટ માટે રહેવા દો.
  • એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, હિંગ, આદુ-લસણ તથા ડુંગળી ઉમેરો.
  • થોડીવાર સાંતળ્યા પછી તેમાં બધા મસાલા અને ચણાનો લોટ (બેસન) ઉમેરીને 2 મિનિટ સુધી સાંતળો અને ત્યારબાદ મિશ્રણને ઠંડું થવા દો.
  • લોટના લુઆને વણીને જાડી રોટલી બનાવો અને તેને ચોરસ આકારમાં કાપો.
  • તેના પર તેલ લગાવો અને ડુંગળી-બેસનનું સ્ટફિંગ ફેલાવો.
  • તેને વચ્ચેથી અડધે સુધી કાપો અને વાળીને ચોરસ પોકેટનો આકાર આપો.
  • તેની ઉપર કલોંજી અને કોથમીર ભભરાવો, પછી તેને હળવા હાથે વણી લો.
  • તવા પર થોડું તેલ લગાવો અને મધ્યમ તાપ પર બંને બાજુએ સોનેરી અને કુરકુરી થાય ત્યાં સુધી શેકો.
  • ચટણી અથવા ચા સાથે ગરમાગરમ સર્વ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

10 minit easy Recipe crispy breakfast Recipe

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ