બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:27 PM, 25 June 2026
વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભયંકર વિનાશ કર્યો છે. જેમાં 10 હજાર લોકોના મોતની આશંકા છે. કુદરતના આ વિનાશથી શહેરો થોડી જ સેકન્ડોમાં કાટમાળના ઢગલા બની ગયા છે. જ્યાં દરેક જગ્યાએ ચીસો, ધૂળના વાદળો અને વિનાશના ભયાનક દ્રશ્ય જોવા મળ્યા હતા. લોકો પોતાના જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા હતા. જ્યારે અમુક લોકો ધરાશાયી થયેલા ઘરોના કાટમાળમાં પરિવારજનોને શોધી રહ્યા હતા. વહીવટીતંત્ર અને બચાવ ટીમો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. ચાલો આ ભૂકંપના અમુક ખતરનાક દ્રશ્યો જોઈએ.
ADVERTISEMENT
આ ફોટામાં કરાકાસના પાર્ક સેન્ટ્રલ શહેરી વિકાસ સંકુલમાં ભૂકંપ આવ્યા બાદ ખુલ્લામાં રાહ જોતા લોકો દેખાય છે. તેઓ ફોન પર તેમના પ્રિયજનો સાથે વાત કરતા જોવા મળ્યા.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક પરિવાર તેમના ધરાશાયી થયેલા ઘરની સામે ઉભો છે. જેમાં એક મહિલા બાળકને ગળે લગાવીને દિલાસો આપતી જોવા મળે છે.

ADVERTISEMENT
ભૂકંપના લીધે રાત્રિનો સમય સમગ્ર વિસ્તારમાંથી લાઈટ ગુલ થઇ ગઈ હતી પરંતુ ઇમરજન્સી ફ્લડલાઇટના મોટા પ્રકાશ હેઠળ બચાવ કામગીરી ચાલી રહી છે. ડ્રિલિંગ મશીનો અને ક્રેન્સનો અવાજ ઝડપથી કાટમાળ દૂર કરી રહ્યો છે.
ADVERTISEMENT

પ્રાણીઓનું રેસ્ક્યુ
ADVERTISEMENT
કારાકાસમાં ભૂકંપ બાદ ધરાશાયી થયેલી ઇમારતમાંથી અગ્નિશામકો એક કૂતરાને બચાવતા જોવા મળ્યા હતા. જેમાં ડ્રિલિંગ મશીનો અને ક્રેન્સનો અવાજ ઝડપથી કાટમાળ સાફ કરી રહ્યો છે.

જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કારાકાસ ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર મોટી સંખ્યામાં લોકો હતા. આંચકાઓને કારણે ડરનો માહોલ ફેલાયો હતો. જેમાં એરપોર્ટની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો.
This video from Venezuela during the earthquake is absolutely horrifying.
— Ed Krassenstein (@EdKrassen) June 25, 2026
I’m genuinely worried that thousands will be found dead.
Sending all the best to our friends in Venezuela. pic.twitter.com/1YJ1CIo7hG
શહેરનો મોટો ભાગ સંપૂર્ણરીતે કાટમાળમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગે છે. જ્યાં એક સમયે ગગનચુંબી ઇમારતો હતી ત્યાં હવે માત્ર કોંક્રિટ અને ધૂળના ઢગલા જ જોવા મળે છે.કરાકાસના લોસ પાલોસ ગ્રાન્ડેસ વિસ્તારમાં એક ક્ષતિગ્રસ્ત ઇમારત જોવા મળે છે. અહીં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે . મૃતકો અને ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
🇻🇪Venezuela was struck by two massive, consecutive earthquakes, a rare seismic phenomenon known as an earthquake doublet.The country first experienced a powerful 7.1 magnitude foreshock, which was followed almost immediately by an even more devastating 7.5 magnitude mainshock. pic.twitter.com/c6DQOupkcn
— Terra Echoes (@terraechoes) June 25, 2026
વેનેઝુએલામાં આવેલા પાવરફુલ ભૂકંપ આડ સૌથી મોટો ભય ઇમારતો અને બીજી માળખાં ધરાશાયી થવાનો છે. ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ગેસ પાઇપલાઇનો અને પાવર સિસ્ટમને નુકસાન પણ આગનું કારણ બની શકે છે. પાણીની પાઇપલાઇનો તૂટવાથી ફાયરફાઇટિંગ પણ મુશ્કેલ બની શકે છે.
HUGE NUMBER CASUALTIES IN VENEZUELA
— Sulaiman Ahmed (@ShaykhSulaiman) June 25, 2026
Some reports state 10,000-100,000 pic.twitter.com/JkbV5TWjOk
ભૂકંપ બાદ રૈક્યૂર્સ લોસ પાલોસ ગ્રાન્ડેસમાં ક્ષતિગ્રસ્ત ઇમારતમાંથી એક ઘાયલ મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ જાય છે. જેમાં રૈક્યૂર્સ કલાકોની મહેનત બાદ કાટમાળમાંથી લોકોને બહાર કાઢતા જોવા મળ્યા હતા.

આ ભૂકંપમાં રેસ્ક્યુ ઓપરેશનના ઈમોશનલ ફોટો અને વીડિયો રૈક્યૂર્સ ભારે કોંક્રિટ સ્લેબ વચ્ચે લોકોને શોધતા જોવા મળે છે. જ્યાં એક સમયે ગગનચુંબી ઇમારતો હતી પણ હવે માત્ર કોંક્રિટ અને ધૂળના ઢગલા જ જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.