ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / doordarshan will retelecast irrfan khan serial shrikant

ટ્રિબ્યૂટ / ઈરફાન ખાનના નિધન બાદ દૂરદર્શને કરી મોટી જાહેરાત, આ શો કરશે રિ-ટેલિકાસ્ટ

Published By: Juhi

Last Updated: 08:18 PM, 29 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો દિવસ ઇતિહાસમાં યાદ રહી જશે. ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે.28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું

ADVERTISEMENT

ઇરફાન ખાનના નિધનથી તેમના ફેન્સ તેમની ફિલ્મ અને ટીવી શોને જોઇને તેમને યાદ કરી શકે છે. દૂરદર્શન દ્વારા ઇરફાન ખાનના નિધન પછી તેમણે શ્રંદ્ઘાજલિ આપતા તેમનો શો શ્રીકાંત ફરી ટીવી પર ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ચેનલ પર દરરોજ 3.30 વાગે ટેલિકાસ્ટ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, શ્રીકાંત સીરિયલ શરત ચંદ્ર ચેટર્જીની ઉપન્યાસ શ્રીકાંત પર બેસ્ડ છે. આ શો દૂરદર્શન પર 1985-1986 માં ટેલિકાસ્ટ થયો હતો, જેનું ડિરેક્શન પ્રવીણ નિસ્કોલે કર્યુ હતુ. 

ઉલ્લેખનીય છે કે, ઇરફાન ખાને ફિલ્મોમાં આવતા પહેલા ઘણા શોઝ કર્યા હતા. જેમાં ચાણક્ય, ચંદ્રકાંતા, સ્પર્શ, ડર, ભારત એક ખોજ જેવા શામેલ છે. ઇરફાન ખાનની પહેલી ફિલ્મ સલામ બોમ્બે હતી, આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. 

 

ઈરફાને પોતાની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમના ટ્રેલર વખતે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, ‘'હેલ્લો ભાઈઓ, બહેનો, નમસ્કાર. હું ઈરફાન ખાન, આજે તમારી સાથે છું પણ, અને નથી પણ. મારા માટે આ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ ઘણી જ ખાસ છે. વિશ્વાસ કરો કે મારી દિલની ઈચ્છા હતી કે આ ફિલ્મને પણ એટલા જ પ્રેમથી પ્રમોટ કરું, જેટલા પ્રેમથી અમે આ ફિલ્મ બનાવી છે. જોકે, મારા શરીરમાં કેટલાંક વણજોઈતા મહેમાનો બેઠાં છે. તેમની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. જોઈએ હવે શું થાય છે. જે પણ થશે, તમને જાણ કરી દેવામાં આવશે. કહેવત છે કે ‘જ્યારે જીવનમાં મુશ્કેલી આવે તો તેને અનુકૂળ તકમાં ફેરવવી જોઈએ. શા છે કે આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને પાછી હસાવશે. ટ્રેલરને એન્જોય કરો. એકબીજા પ્રત્યે દયાળુ રહો અને ફિલ્મ જોઈને આવો. અને હા.. મારી રાહ જોજો’’ '

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Irrfan Khan Shrikant Social Media doordarshan viral tribute

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ