ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:45 PM, 26 September 2025
ADVERTISEMENT
1 ઓક્ટોબરથી બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર 100% સુધીના ટેરિફની અમેરિકાની જાહેરાતનો ભારતે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તેના પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જયસ્વાલે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભારત આ બાબત પર નજીકથી નજર રાખી રહ્યું છે.
ADVERTISEMENT
જયસ્વાલે જણાવ્યું હતું કે નવા ટેરિફ અંગે સોશિયલ મીડિયા પર સૂચનાઓ મળ્યા પછી, ભારતે ફાર્માસ્યુટિકલ અને અન્ય સંબંધિત ઉત્પાદનો પરના અહેવાલો જોયા છે. તેમણે જણાવ્યું હતું કે સંબંધિત મંત્રાલયો અને વિભાગો આ બાબત પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેની સંભવિત અસરનો અભ્યાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
યુએસમાં જેનરિક દવાઓનો વિશ્વનો સૌથી મોટો સપ્લાયર છે અને યુએસમાં વપરાતી દવાઓના ત્રીજા ભાગથી વધુ નિકાસ કરે છે. આ દવાઓ પેટન્ટ હેઠળ નથી અને બ્રાન્ડેડ વર્ઝન કરતાં સસ્તી છે. ટ્રમ્પનો 100% ટેરિફ બ્રાન્ડેડ દવાઓ પર કેન્દ્રિત છે, પરંતુ ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ કહે છે કે ટ્રમ્પના આદેશમાંથી જેનરિક દવાઓને બાકાત રાખવાથી ભારત માટે જોખમ દૂર થતું નથી.
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયામાં લખ્યું હતુ કે ' 1 ઓક્ટોબર 2025થી હવે બ્રાંડેડ અને પેટેંટ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ પર 100 ટકા ટેરિફ લગાવામાં આવશે. જ્યાર સુધી કંપની અમેરિકામાં તેનો ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ન બનાવે.

ADVERTISEMENT
ટ્રંપને લગાવી અલગ-અલગ પ્રોડક્ટો પર નવી ટેરિફ
ટ્રંપે કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50 ટકા ટેરિફ, ખુરશીઓ અને સોફા જેવી વસ્તુઓ પર 30% ટેરિફ અને ભારે ટ્રક પર 25% ટેરિફ લાદ્યો. જ્યારે ટ્રમ્પે આ ટેરિફ માટે કોઈ કાનૂની કારણ આપ્યું ન હતું, તેમણે કહ્યું કે આ ટેરિફ "રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય કારણોસર" જરૂરી હતા, જે કમાન્ડર-ઇન-ચીફ તરીકેની તેમની ભૂમિકાની મર્યાદાઓને પડકારે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT