ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઠંડું પાણી પીવાથી શરદી નથી થતી! કારણ વાયરસ છે, ઠંડું પાણી માત્ર ગળાની તકલીફ વધારી શકે

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / ઠંડું પાણી પીવાથી શરદી નથી થતી! કારણ વાયરસ છે, ઠંડું પાણી માત્ર ગળાની તકલીફ વધારી શકે

Last Updated: 02:51 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વરસાદની ઋતુમાં લોકો ઠંડું પાણી નથી પીતા પણ આ ઠંડું પાણી સીધી રીતે શરદીનું કારણ નથી તે વાયરસના ઇન્ફેક્શનથી થાય છે. જેમાં ગળામાં સમસ્યા હોય તો ઠંડા પાણીનું સેવન ઘટાડી સ્વચ્છતા અને સંતુલિત આહાર પર ધ્યાન આપો.

1/6

photoStories-logo

1. ઠંડું પાણી

વરસાદની ઋતુમાં ઘણા ઘરોમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાનું બંધ કરી દેવામાં આવે છે. લોકો એવું માને છે કે ઠંડું પાણી પીવાથી શરદી-ખાંસી થઈ જાય છે, ખાસ કરીને બાળકોને તેનું જોખમ વધારે રહે છે. પણ શું આ વાત સાચી છે કે માત્ર એક માન્યતા છે? ચાલો આ વિષે એક્સપર્ટની સલાહથી સમજીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વાયરલ ઇન્ફેક્શન

શરદી મુખ્યત્વે વાયરલ ઇન્ફેક્શન છે. તે નાક, ગળા અને ઉપરના શ્વસન માર્ગની અંદરની પડ પર અસર કરે છે. આ માટે 200થી વધુ વાયરસ જવાબદાર હોઈ શકે છે, જેમાં રાઇનોવાયરસ સૌથી સામાન્ય કારણ છે. આ વાયરસના કારણે જ શરદીના લક્ષણો દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વાયરસ કારણ

આ અંગે એક્સપર્ટ કહે છે કે ઠંડું પાણી પીવાથી સીધી રીતે શરદી નથી થતી. સામાન્ય શરદી-ખાંસી વાયરસના સંક્રમણથી જ થાય છે. સ્વસ્થ વ્યક્તિ પોતાની પસંદગી મુજબના તાપમાનનું પાણી પી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગળામાં સંવેદનશીલતા વધારી શકે

જો કે ખૂબ ઠંડું પાણી અમુક લોકોમાં ગળામાં અસ્વસ્થતા, ખરાશ કે સંવેદનશીલતા વધારી શકે છે. જેમાં ખાસ કરીને જો પહેલેથી જ ગળામાં ઇન્ફેક્શન કે એલર્જીની સમસ્યા હોય. તેથી ઠંડા પાણીને શરદીનું સીધું કારણ માનવું યોગ્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. બચવા શું કરવું?

શરદીથી બચવા માટે હાથની સ્વચ્છતા જાળવવી, સંક્રમિત વ્યક્તિની નજીક જવાનું ટાળવું, પૂરતી ઊંઘ લેવી અને સંતુલિત આહાર લેવો વધુ મહત્વનું છે. જો તીવ્ર તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સતત ખાંસી કે લક્ષણો લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

drink water cold water rainy season
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ