બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / મોબાઈલની બેટરી ચાલુ કરીને ડિલિવરી કરાવતાં જ બન્યું ભયાનક, આંખો પર વિશ્વાસ નહીં આવે

શરમજનક / મોબાઈલની બેટરી ચાલુ કરીને ડિલિવરી કરાવતાં જ બન્યું ભયાનક, આંખો પર વિશ્વાસ નહીં આવે

Bijal Vyas

Last Updated: 08:26 PM, 9 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં ખૂબ જ સારી સ્વાસ્થ્ય સેવાઓનો દાવો કરનારી આમ આદમી પાર્ટીની સરકારનો દાવો કરનારની હવે પોલ ખુલી ગઇ છે. ગુરદાસપુર જીલ્લાના કાલાવાલી ગામની એક મહિલા સિવિલ હોસ્પિટલમાં પ્રસવ દરમિયાન મોત થઇ ગઇ છે.

પંજાબમાં ખૂબ જ સારી સ્વાસ્થ્ય સેવાઓનો દાવો કરનારી આમ આદમી પાર્ટીની સરકારનો દાવો કરનારની હવે પોલ ખુલી ગઇ છે. ગુરદાસપુર જીલ્લાના કાલાવાલી ગામની એક મહિલા સિવિલ હોસ્પિટલમાં પ્રસવ દરમિયાન મોત થઇ ગઇ છે. રુપિંદર કૌર નામની મહિલા પ્રસવ માટે પહેલી જાન્યુઆરી કાદિયા તાલુકાના સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ઓપરેશન દરમિયાન OTમાં લાઇટ ચાલુ ના હતી. હોસ્પિટલમાં જનરેટરનું કોઇ પ્રબંધ ન હતું. ત્યાર બાદ ડોક્ટરોએ મોબાઇલ ફોનથી ટોર્ચ ચાલુ કરીને ડિલેવરી કરી હતી. ત્યાર બાદથી રુપિંદર કૌર હોસ્પિટલમાં દાખલ રહી અને આજે તેમનુ મોત થયું. પરિવારના સભ્યોએ બટાલાના ગાંધી ચોકમાં શબ રાખીને હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે દોષિયો વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તે અંતિમ સંસ્કાર નહીં કરે.

સંક્રમણથી સતત બગડી હાલત

પરિવારના સભ્યએ જણાવ્યું કે, રુપિંદર કૌરના પ્રસવ માટે એક જાન્યુઆરી કાદિયા તાલુકાના સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ઓપરેશન દરમિયાન OTમાં લાઇટ ચાલુ ના હતી. હોસ્પિટલમાં જનરેટરનું કોઇ પ્રબંધ ન હતું. ત્યાર બાદ ડોક્ટરોએ મોબાઇલ ફોનથી ટોર્ચ ચાલુ કરીને ડિલેવરી કરાવી. હોસ્પિટલ પ્રશાસને પરિવારે મહિલાનની બગડતી હાલત વિશે ખોટી જાણકારી આપી હતી અને ફક્ત ગ્લુકોઝની બોટલ લગાવી રાખી હતી. આજે મહિલાની હાલત મોડી રાત સુધી ખરાબ થઇ ગઇ તો તેને હાયર સેંટ રેફર કરી દીધી છે. પરિવાર તેને અમૃતસર લઇ ગયા પરંતુ રસ્તામાં જ તેનુ મોત નિપજ્યું.

કેન્સર દર્દીના ઓપરેશન દરમિયાન પણ ગઇ હતી વિજળી

ગયા વર્ષે જાન્યુઆરીમાં પટિયાલા સ્થિત રાજિંદરા હોસ્પિટલમાં અચાનક વિજળી જતી રહી ત્યારે ડોક્ટર એક કેન્સર દર્દીનું ઓપરેશન કરી રહ્યા છે. આ દરમિયાન વેન્ટિલેટર મશીન બંધ થઇ ગયું. ગુસ્સે ભરાયેલા ડોક્ટરોના વીડિયો બનાવી લીધો. ડોક્ટરોનું કહેવું છે કે, આ પહેલો કિસ્સો નથી. તેના પહેલા પણ આ રીતે લાઇટ ગઇ છે. પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટે સખત વલણ અપનાવતા થયા પંજાબ સરકારના મુખ્ય સચિવ અને પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડના પ્રબંધ નિદેશકને કડક ફટકાર લગાઇ અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

child delivery woman died doctors operation
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ