ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
તારકમહેતાના કા ઉલ્ટા ચશ્મા આ શોના પાત્રોને લઇને રોજબરોજ કંઇક નવી જ ચર્ચા સામે આવે છે. અત્યાર સુધીમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શૈલેષ લોઢાએ શોને ક્વિટ કરી દીધો. એક મહિનાથી તેઓ શૂટિંગ નથી કરી રહ્યા.તો બીજી તરફ શૈલેષ લોઢાએ આ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે ચર્ચાઓ એવી પણ છે કે તેઓ એક મહિનાથી શૂટિંગ માટે જઇ રહ્યા નથી. ત્યારે આ તમામ વચ્ચે દિશા વાકાણી એટલે કે દયાબેન શોમાં વાપસી કરી શકે છે તેવી ચર્ચાઓ વાયુ વેગે થઇ રહી છે.
ADVERTISEMENT
શું દયાભાભી ફરીથી જોવા મળશે શોમાં ?
એક તરફ એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી મેટરનીટી લિવ પર ગઇ હતી અને હજી શો પર પાછી ફરી નથી. એટલે દિશા વાકાણીએ શૉ છોડ્યો તેવુ કહેવુ સંપૂર્ણપણે યોગ્ય ન ગણાય. તો શું દિશા વાકાણી હવે શોમાં વાપસી કરશે ? શું દયાબેન જેઠાલાલની જોડી ફરીથી જોવા મળશે ? આવા અનેક સવાલો મનમાં ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT

મેકર્સ સામે દિશાએ મૂકી છે 3 શરતો
ADVERTISEMENT
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક એવો મીડિયો રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિશા વાકાણી જલ્દીથી જ શોમાં વાપસી કરી શકે છે. તેઓએ મેકર્સ સામે 3 શરત રાખી છે. કહેવામાં આવી રહ્યું છે કે જો મેકર્સ તે ત્રણ શરતો માનશે તો જ દિશા શોમાં વાપસી કરશે.
ADVERTISEMENT
જો કે આ વાતમાં સચ્ચાઇ છે કે નહી તે વિશે કહેવુ મુશ્કેલ છે. કારણ કે સૂત્રો તરફથી આ માહિતી સામે આવી છે. અને જો આ વાત સાચી છે તો મેકર્સ આ શરતોને સ્વીકારશે કે કેમ તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ