ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આ છે વિશ્વનો સૌથી ખરાબ માણસ, છેેલ્લાં 50 વર્ષથી નથી કર્યુ સ્નાન
વિશ્વના સૌથી ખરાબ માણસનો અનૌપચારિક રેકોર્ડ પોતાના નામે રાખનારા ઈરાની વ્યક્તિનુુ મોત થયુ છે. ઈરાની મીડિયાના રિપોર્ટ મુજબ, 94 વર્ષીય વ્યક્તિનુ મંગળવારે મોત થયુ છે. તેણે છેલ્લાં 50 વર્ષોથી સ્નાન કર્યુ નથી. તેથી તેને વિશ્વનો સૌથી ખરાબ વ્યક્તિ કહેવામાં આવતો હતો. વિશ્વનો સૌથી ખરાબ વ્યક્તિ કહેવાતા આ વ્યક્તિનુ નામ અમૌ હાજી જણાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ વ્યક્તિએ ઈન્ફેક્શનને કારણે સ્નાન કરવાનુ છોડી દીધુ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમૌ હાજીને ડર હતો કે જો તેે સ્નાન કરશે તો તેને ઈન્ફેક્શન થઇ જશે. તેથી તેણે સ્નાન કરવાનુ છોડી દીધુ હતુ. અમૌ હાજી દક્ષિણી ફાર્સ પ્રાંતના દેજગાહ ગામમાં એકલા રહેતા હતા. IRNAની રિપોર્ટ મુજબ, તેનુ મોત કુદરતી કારણોથી થયુ છે. વર્ષ 2013માં આ વ્યક્તિની ઉપર ધ સ્ટ્રેન્જ લાઇફ ઑફ અમૌ હાજી નામની એક શોર્ટ ડોક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી હતી. ડોક્યુમેન્ટ્રીમાં બતાવવામાં આવ્યું હતુ કે અમૌ હાજી પોતાનુ જીવન કેવીરીતે જીવે છે.
ADVERTISEMENT

આ વ્યક્તિને યુવાવસ્થામાં અમુક આઘાત લાગ્યા હતા
ADVERTISEMENT
IRNA એજન્સીએ એક સ્થાનિક અધિકારીના હવાલા પરથી કહ્યું કે હાજીએ બિમાર થવાના ડરથી સ્નાન કરવાનુ છોડી દીધુ હતુ. પરંતુ પહેલી વખત થોડા મહિના પહેલા ગ્રામજનો તેને સ્નાન કરાવવા માટે બાથરૂમમાં લઇ ગયા હતા. ગ્રામજનોએ કહ્યું કે તેઓ પોતાની યુવાવસ્થામાં લાગેલા કેેટલાંક આઘાતથી બહાર આવી શક્યા નથી. જેને કારણે તેને ન્હાવાની ના પાડી દીધી હતી. 2014માં તેહરાન ટાઈમ્સે જણાવ્યું કે હાજી દરિયા કિનારે મરતા પ્રાણીઓને ખાતા હતા. પ્રાણીઓના મળથી ભરેલા પાઈપથી ધુમ્રપાન કરતા હતા. તેનુ માનવુ હતુ કે સ્વચ્છતા તેને બિમાર કરી દેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT